Proud of Gujarat
Uncategorized

વાંકલ : ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ની મહામારીમાં દુઃખદ અવસાન પામેલ વ્યક્તિઓને શ્રદ્ધાંજલી આપવામાં આવી.

Share

સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીમાં આપણી આજુબાજુના વિસ્તારના તેમજ દેશ અને દુનિયાના ઘણા વ્યક્તિઓના આ કોરોનાની મહામારીમાં દુઃખદ અવસાન થવા પામેલ છે. આવા સદગત વ્યક્તિઓના કુટુંબીજનો પર આવી પડેલ દુઃખદ ઘટનામાં ભગવાન એમના પરિવારને સુખ શાંતિ આપે અને આ દુઃખદ પ્રસંગ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ.

આ કોરોનામાં દુઃખદ દિવ્ય મૃત્યુ પામેલ સર્વ ધર્મના લોકોની આત્માને પરમ શાંતિ મળે એવી ઉમરપાડા તાલુકા કોંગ્રેસ પરિવાર તરફથી શ્રધ્ધાંજલી આપવામાં આવી. આ પ્રસંગે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઈ, રામસિંહભાઈ, અશોકભાઈ, ભુપતભાઈ, સેમ્યુઅલ વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં ત્રણ ગ્રામપંચાયત ની ચૂંટણી યોજાશે…

ProudOfGujarat

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચએ ઉમલ્લા-સંજાલી રોડ ઉપર વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો: વિદેશી દારૂ અને વાહન મળી ૯,૦૦,૦૦૦/- ઉપરાંતની મત્તા જપ્ત

ProudOfGujarat

ભરૂચ ના થામ ગામ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માત માં એક વ્યક્તિ નું મોત…જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!