Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાંકલ રેન્જ વનવિભાગ દ્વારા વૃક્ષારોપણ અને સફાઈનો કાર્યક્મ યોજાયો.

Share

આજરોજ વાંકલ રેન્જના આર.એફ.ઓ નિતીન વરમોરા તેમજ સ્ટાફ દ્રારા કોવીડની ગાઇડલાઈન અનુરૂપ તા. ૪/૬/૨૦૨૧ ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ઝંખવાવ ફોરેસ્ટ હાઉસ ખાતે વૃક્ષારોપણ તેમજ સાફસફાઈનો કાર્યક્રમ યોજાયો. જેમાં માનનીય કેબિનેટ વનમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે વૃક્ષારોપણ અને તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં ઉમરપાડા અને માંગરોળ તાલુકા પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત વાંકલ રેન્જના પ્રવાસન કેન્દ્ર બણભા ડુંગર તેમજ રેન્જ કચેરી, વાંકલ અને રાઉન્ડ કચેરીએ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આ વર્ષે ચોમાસાની ઋતુમાં વધુમાં વધુ વૃક્ષારોપણના કાર્યક્રમ થાય અને ધરતી પર ગ્રીન કવર વધુમાં વધુ વધે એવા પ્રયાસ કરવા જણાવવામાં આવ્યું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક કન્ટેનર ચાલકે મોપેડને અડફેટે લેતા દંપતીનું મોત.

ProudOfGujarat

વિરમગામ તાલુકાની ધાકડી પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : વાલિયા તાલુકાનાં લીંભેટ ગામ નજીક સી.એન.જી કારમાં આગ લાગી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!