પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સાત ઉજ્જવળ વર્ષ પૂર્ણ થવા નિમિતે વિવિધ સેવાકીય કાર્યક્મ વેલાછા ખાતે યોજવામાં આવ્યો હતો.
માંગરોળ તાલુકા પંચાયત દ્વારા “સેવા હી સંગઠન” ના હેતુસર વિવિધ પ્રવૃત્તિમાં આજરોજ વેલાછા ખાતે રોટરી ક્લબ ખરચ, કોસંબાના સૌજન્યથી 45 જેટલી રક્તની બોટલ એકત્ર કરવામાં આવ્યું હતું. 45 જેટલી વ્યક્તિઓએ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં મંત્રી ગણપતસિંહ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિઓને મળી જાત માહિતી મેળવી હતી. આ કેમ્પમાં મંત્રી ગણપતસિંહ વસાવા, માંગરોળ તાલુકા પ્રમુખ ચંદનબેન ગામીત, ઉપપ્રમુખ ભરત પટેલ, અધ્યક્ષ મહાવીરસિંહ, સુરત જીલ્લા મહામંત્રી યોગેશ પટેલ, દિપક વસાવા, દિલીપસિંહ રાઠોડ, જીલ્લા પંચાયત સદસ્ય નયના સોલંકી, જીલ્લા સદસ્ય પંચાયત અમિષા પરમાર, ધર્મેન્દ્રસિંહ સોલંકી તેમજ કાર્યકરો હાજર રહી કેમ્પને સફળ બનાવ્યો હતો. આ કેમ્પમાં લોકસમર્પણ બ્લડબેંક સુરતે સેવા આપી હતી. સૌ હાજર રહેલા ઓનો આભાર માન્યો હતો.
વિનોદ મૈસુરિયા : વાંકલ