Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાંકલ : માંગરોળ ગામનો છેલ્લા દશ વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ નહીં કરાતા મોહનભાઈ કટારિયાએ મુખ્યસચિવને લેખિત ફરિયાદ કરી.

Share

વાંકલ : તાલુકા મથકના સાત હજારથી વધુ વસ્તી ધરાવતા માંગરોળ ગામનો છેલ્લા દશ-દશ વર્ષથી અધિકારીઓની બેદરકારીના પાપે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ નહીં કરાતા ગામના અનેક આદિવાસી જરૂરિયાતમંદ પરિવારો પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભથી વંચિત રહ્યા છે. આ સંદર્ભમાં માંગરોળ તાલુકા પંચાયત બેઠક ઉપર હાલમાં ચૂંટાયેલા સભ્ય મોહનભાઈ કટારિયાએ જિલ્લા કલેકટર અને રાજ્યના મુખ્ય સચિવને લેખિત ફરિયાદ કરી માંગરોળ અને પાનસરાગામનો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી છે.

માંગરોળ તાલુકા મથકનું મોટું ગામ છે અનેક આદિવાસી પરિવારો આ ગામમાં વસવાટ કરે છે. હાલમાં ગામના અનેક જરૂરિયાતમંદ આદિવાસી પરિવારો સરકારની મહત્વની પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત રહ્યા છે. જ્યારે તાલુકાનું અન્ય એક પાનસરા ગામપણ અધિકારીઓની ભૂલનો ભોગ બન્યું છે. અત્યાર સુધીમાં પાનસરાગામના એકપણ આદિવાસી પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો નથી. સરકારની યોજના મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈનફોર્મ ભરવાનું હોય છે. પરંતુ ઓનલાઇન યાદીમાં માંગરોળ અને પાનસરા ગામનો સમાવેશ નહીં હોવાથી લાભાર્થીઓ ફોર્મ ભરી શકતા નથી. જ્યારે એક તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દરેક આદિવાસી જરૂરીયાતમંદ પરિવારને પાકા મકાનની સુવિધા આપવાની વિવિધ યોજનાઓ બનાવી રહી છે. પરંતુ સ્થાનિક લેવલના જવાબદાર સરકારી અધિકારીઓની બેદરકારીના પાપે બંને ગામના જરૂરિયાતમંદ આદિવાસી પરિવારો પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભથી વંચિત રહ્યા છે.

Advertisement

માંગરોળ તાલુકા પંચાયત બેઠકના ચૂંટાયેલા સભ્ય મોહનભાઈ કટારિયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે અંધેર વહીવટનો આ ઉત્તમ નમૂનો છે. છેલ્લા દસ વર્ષથી બંને ગામના જરૂરિયાતમંદ પરિવારોને અતિ મહત્વની ગણાતી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો નથી. આ બાબત અમારી ધ્યાન પર આવતા અમે જિલ્લા કલેકટર અને રાજ્યના મુખ્ય સચિવને લેખિત ફરિયાદ કરી છે. અમારી માંગ મુજબ બંને ગામોનો આ યોજનામાં સમાવેશ નહીં કરાય તો ગરીબ પરિવારોને ન્યાય અપાવવા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અમારી તૈયારી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ વેણુધર સોસાયટીનાં એક મકાનમાંથી બે મોબાઈલની ચોરી કરનાર મહિલાને જીઆઇડીસી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના અશા ખાતે કેળની ખેતી વિશેનો પાક પરિસંવાદ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું, હજારો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!