હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના સંક્રમણના કેસોમાં કંઇક અંશે નોંધપાત્ર ઘટાડો થયો છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વના સાત વર્ષ પૂર્ણ થતા માંગરોળના કંસાલી, આંબાવાડી, વાંકલ ગામ ખાતે કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના માર્ગદર્શન હેઠળ માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કરાયું હતું.
કોરોના સામે લડવા માટે રસીકરણ અંગે જાગૃતતા કેળવાય એ હેતુથી જીલ્લા પંચાયતના સદસ્ય અફઝલખાન પઠાણ અનેઆંબાવાડી તાલુકા પંચાયતના સદસ્ય તૃપ્તિબેન મૈસુરીયાએ યુવાવર્ગને વેક્સિન લેવા માટે અનુરોધ કરી અન્ય લોકોમાં પણ જાગૃતિ ફેલાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત જીવનમાં અને પર્યાવરણમાં વૃક્ષોનું મહત્વ અંગે માહિતગાર કર્યા હતાં.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય અફઝલખાન પઠાણ તાલુકાપંચાયતના પ્રમુખ ચંદનબેન, ઉપપ્રમુખ ભરતપ ટેલ, મહામંત્રી દીપક વસાવા, આંબાવાડી 1 તાલુકા પંચાયત સદસ્ય તૃપ્તિબેન શૈલેષકુમાર મૈસુરીયા, જગદીશ ગામીત, નરેશ ચૌધરી, કંસાલીના સરપંચ અંકિતા હરેદ્ર ગામીત, આંબાવાડીના સરપંચ જયેશ ચૌધરી, વાંકલ તાલુકા પંચાયતના સદસ્ય યુવરાજસિંહ સોનારીયા, આમખુટાના સરપંચ અશોક ગામીત, શૈલેષ મૈસુરીયા, હરેન્દ્ર ગામીત, ઠાકોર કાકા, ધનજી કાકા તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ