નાની નરોલી જીલ્લા પંચાયતમાં સમાવિષ્ટ બોરસદ તાલુકા પંચાયત, મોસાલી તાલુકા પંચાયત અને નાની નરોલી તાલુકા પંચાયત અને ઝંખવાવ તાલુકા પંચાયતના વિવિધ ગામોમાં કોરોના અને જનજાગૃતિ અને માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો.
હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના સંક્રમણના કેસોમાં કંઇક અંશે નોંધપાત્ર ઘટાડો થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વના સાત વર્ષ પૂર્ણ થતા માંગરોળના લવેટ ગામ ખાતે કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના માર્ગદર્શન હેઠળ માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કરાયું હતું. કોરોના સામે લડવા માટે રસીકરણ અંગે જાગૃતતા કેળવાય એ હેતુથી જીલ્લા પંચાયતના સદસ્ય દિનેશભાઈ સુરતીએ યુવાવર્ગને વેક્સિન લેવા માટે અનુરોધ કરી અન્ય લોકોમાં પણ જાગૃતિ ફેલાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત જીવનમાં અને પર્યાવરણમાં વૃક્ષોનું મહત્વ અંગે માહિતગાર કર્યા હતાં.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય અફઝલખાન પઠાણ, દિનેશભાઈ સુરતી, તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન, ઉપપ્રમુખ ભરત પટેલ, મહામંત્રી દીપક વસાવા, જગદીશ ગામીત, તાલુકા પંચાયતના સદસ્ય દીપક ચૌધરી, લવેટ ગામના સરપંચ મનોજ વસાવા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ