Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાંકલ : કોસાડી,મોસાલી વેલફેર ટ્રસ્ટ સંચાલિત ફારૂકભાઇ ભીખુભાઈ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી.

Share

કોસાડી, મોસાલી વેલફેર ટ્રસ્ટ સંચાલિત ફારૂકભાઇ ભીખુભાઈ મેમોરિયલ મેડિકલ રાહત ફાર્મસી, મોસાલી, મદ્રેસા બનાતુસસલાહ મોસાલીના બે સફળ પ્રોજેક્ટના સફળ સંચાલન બાદ હવે આ ટ્રસ્ટ એમ્બ્યુલન્સની સેવા લાવી રહ્યું છે. જેમાં કોસાડી, નાનીનરોલી, મોસાલી તેમજ આજુબાજુના તમામ ગામોમાં નાતજાતના ભેદભાવ વિના શરૂ કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ ટોયોટા ઇનોવાકાર એરકન્ડિશન સુવિધા તેમજ અન્ય સુવિધા સાથે બનાવવામાં આવી છે. ઇમરજન્સી સુવિધા તેમજ મૈયત માટે ફ્રી માં સેવા આપવામાં આવશે.

તદુપરાંત અન્ય સેવા માટે ખૂબ જ નજીવા દરે સેવા આપવામાં આવનાર છે.આ સેવા દરેક માટે કોઇપણ જાતના ભેદભાવ વિના આપવામાં આવનાર હોય જેને પણ એમ્બ્યુલન્સની જરૂર હોય તેઓએ તમન્ના ટ્રેડર્સ મોસાલી, કાસીમ જીભાઈ મોબાઇલ નંબર 9913702201, મકસુદભાઈ માંજરા(લાલભાઈ )9427473786 આ નંબર ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવે છે. આ એમ્બ્યુલન્સ સેવા યાસીનભાઈ ભીખુ(સાઉથ આફ્રિકા) ના સહયોગથી પૂરી પાડવામાં આવનાર છે એમ આયોજકોએ જણાવેલ છે. તો આજુબાજુની જનતાને આ એમ્બ્યુલન્સ સેવાનો લાભલેવા આયોજકોએ જણાવેલ છે. ખરેખર આ એક ખુબ જ ઉમદા કાર્ય કરવામાં આવેલ છે. આજુબાજુના વિસ્તારના લોકોને આ એમ્બ્યુલન્સ સેવા ખુબ જ લાભદાયી નીવડશે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે આજરોજ 154 વિધાનસભા કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું….

ProudOfGujarat

માંગરોળ : વકરી રહેલી કોરોના મહામારીને કાબૂમાં લેવા વાંકલ ગામને તારીખ 18 થી 25 સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરાયું.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે ટેલિગ્રામ મેસેન્જર પર પોતાની પ્રથમ પ્રકારની વીમા સર્વિસ શરૂ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!