Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત જિલ્લા ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસ.

Share

પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરત ગ્રામ્ય એસ.ઓ.જીના માણસો માંગરોળ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાનપો.કો.આસિફખાન ઝહીરખાન અને હે.કો. ગિરિરાજસિંહ અશોકસિંહ ને બાતમી મળી હતીકે આજથી ત્રણ વર્ષ પહેલા ઉંમરપાડા તેમજ માંગરોળ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રોહિબિશનનો જથ્થો પકડાયો હતો. તે ગુનાનો આરોપી વાંકલ બજારખાતે ઊભોછે.જેથી બાતમીના સ્થળે તપાસ કરતાં આરોપી ઝડપાઈ ગયો હતો.આ આરોપી 2019માં ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરખાડી ગામની સીમમાં ટેમ્પો નં.(GJ-15-XX-7158)માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો હતો.તેમજ સને.2020 માં જાકીર જુમ્મા મુલતાની (રહે. મુલતાનીવાડ,ઝંખવાવ)ની ફોરવ્હીલ (નં.GJ-05-CB-7530)માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો હતો. આબંને ગુનામાં સંડોવાયેલો આરોપીને સુરત ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસે ઝડપી લીધો હતો.સદર કામગીરી પોલીસઇન્સ્પેક્ટરકે.જે.ધડુકની સૂચના હેઠળ હે.કો.ગિરિરાજસિંહ,પો.કો.વિરમભાઈ બાબુભાઇ,પો.કો. આશીફખાન ઝહીરખાન દ્વારા સંયુક્ત કામગીરી કરી હતી.

વિનોદ મૈસુરીયા, વાંકલ

Advertisement

Share

Related posts

વડોદરામાં રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ આત્મનિર્ભર બનતી રેણુકા સખી મંડળની બહેનો.

ProudOfGujarat

ભરૂચ નગરનાં સિંધવાઈ માતાનાં મંદિર પાસે વૃક્ષ ધરાશાય થયું

ProudOfGujarat

ભરૂચ નર્મદા ચોકડી પાસેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે 3 શખ્સને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!