તા. ૧૬ અને ૧૭ મે-૨૦૨૧ ના રોજ આવેલ “તાઉતે” વાવાઝોડા કારણે સુરત જિલ્લાના માંગરોળ તાલુકા થવા પામેલ નુકશાન અંગે ગણપતસિંહ વસાવા, માન.મંત્રીએ માંગરોળ તાલુકાના વહીવટી અધિકારીઓ, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્યઓ, માંગરોળ તાલુકા ભાજપા સંગઠનના હોદ્દેદારોઓ સાથે રૂબરૂ મુલાકાત અને મીંટીંગ કરી જાત માહિતી મેળવી માંગરોળ તાલુકામાં આ વાવાઝોડાના કારણે ૫૮ ગામોમાં કાચા મકાન ૦૧ ને સંપૂર્ણ નુકશાન, ૧૨૦ કાચા મકાનોનો અંશતઃ, ૦૨ પાકા મકાન સંપૂર્ણ નુકશાન તથા ૩૨૯ પાકા મકાનોને નુકશાન થયેલ હોવાના પ્રાથમિક માહિતી મળેલ છે. મકાનોને થયેલ નુકશાન અંગે ૦૪ ટીમો સર્વેની કામગીરી કરે છે. ખેતીવાડી ક્ષેત્ર ૧૭ ગામોમાં ૫૨ ખેડુતના તલ, મગ, કેળ, આંબા, ડાંગર જેવા પાકોમાં અંદાજીત ૭૦૨ હેકટર જમીનમાં નુકશાનનો પ્રાથમિક વિગતો મળેલ છે. ખેતીવાડીમાં પાકને નુકશાન અંગે ૦૪ ટીમો સર્વેની કામગીરી કરે છે. મંત્રીએ સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરી સહાયનું ચુંકવણુ થાય તે અંગે માર્ગદર્શન આપી જરૂરી સૂચન કરેલ છે.
માંગરોળ તાલુકાના સૌથી વધુ પ્રભાવિત બોરસદ, ઉમેલાવ ગામની મુલાકાત માન.મંત્રી ગણપતસિંહ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, પ્રાંત અધિકારી ર્ડા.જનમ ઠાકોર, નાયબ જિલ્લા વિકાસ, તાલુકા પ્રમુખ ચંદનબેન, ઉપપ્રમુખ ભરત પટેલ, દિલીપસિંહ રાઠોડ, દીપકભાઈ વસાવા, કારોબારી અધ્યક્ષ મહાવીરસિંહ, મુકુંદભાઈ પટેલ, અનિલશાહ તેમજ તાલુકા પંચાયતના સદસ્ય તેમજ જીલ્લા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરીયા, વાંકલ.
સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકામાં “તાઉતે” વાવાઝોડાથી થયેલ નુકશાન અંગે તાગ મેળવતા કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા.
Advertisement