ઉમરપાડા તાલુકાના કેવડી ગામે 350 જરૂરિયાત મંદ ગરીબ પરિવારોને અનાજ કીટ નું વિતરણ થયુ. કેવડી ગામના એક પરિવારે રૂપિયા બે લાખ નો ગુપ્ત દાન અનાજ કીટ માટે આપ્યુ. ઉમરપાડા તાલુકાના કેવડી ગામે એક દાનવીર દાતા અને ગ્રામજનોના સહયોગથી ૪૦૦ જેટલા જરૂરિયાત મંદ ગરીબ પરિવારોને અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના વાઇરસના કારણે ઉભી થયેલ વિકટ પરિસ્થિતિમાં ખાસ ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ વર્ગની હાલત અત્યંત કફોડી બની છે. ત્યારે કેવડી ગામના એક પરિવારે ગરીબોને અનાજ કીટ નું વિતરણ કરવા માટે 2,20,000 નો ગુપ્ત દાન કર્યો છે. તેમજ કેવડી ગામના વેપારી મંડળ દ્વારા રૂપિયા 80,000 નું દાન મળતા ગામના સરપંચ અને આગેવાનોએ અનાજ ની કિટો તૈયાર કરાવી હતી. જેમાં ચાર કિલો ચોખા, ત્રણ કિલો ઘઉંનો લોટ, એક લીટર તેલ તેમજ મરચું મીઠું અને હળદર અને મસાલા ની કુલ 400 કીટો તૈયાર કરવામાં આવી હતી. આ કીટનું વિતરણ ઉમરપાડા તાલુકા ભાજપ મહામંત્રી અમિતભાઈ વસાવા, સુરત જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના અધ્યક્ષ સામ સીગભાઈ વસાવા, મેરા ભાઈ ભરવાડ, વિરમભાઈ ભરવાડ, ભીખુભાઈ વસાવા, અરવિંદભાઈ વસાવા સહિત યુવા કાર્યકરો આગેવાનો ની ટીમે કેવડી ઉમરગોટ, કાલી જામણ વગેરે ગામમાં જરૂરિયાત મંદ લોકોને વિતરણ કર્યું.
વિનોદ મૈસુરિયા(ટીનુ ભાઈ):- વાંકલ