સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ દ્વારા ઉકાળા વિતરણ કરાતું હતું ત્યાં સી.આર.પાટીલ, મંત્રી ગણપતભાઈ વસાવા, સાંસદ પ્રભુભાઈ વસાવા, સંદીપભાઈ દેસાઈ, દિલીપસિંહ રાઠોડ, સુરત જીલ્લા પ્રમુખ ભાવેશભાઈ પટેલ, દીપકભાઈ વસાવાએ આરોગ્ય વર્ધક ઉકાળો ગ્રહણ કર્યો હતો હતો.
મંત્રી ગણપતભાઈ વસાવાના અથાગ પ્રયત્નથી કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે માંગરોળ તાલુકાના વાંકલ ખાતે સરકારી કન્યા છાત્રાલયમાં શરૂ કરાયેલ કોવિડ કેર ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ઓક્સિજનની સુવિધા ધરાવતા ૬૦ જેટલા બેડ તેમજ એક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને દર્દીઓ માટે ૫૦,૦૦૦ ની ફેવિફ્લુ નામની દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ,કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, સાંસદ પ્રભુભાઈ વસાવા, સંદીપભાઈ દેસાઈ, સુરત જિલ્લા પંચાયતનાં પ્રમુખ ભાવેશ પટેલ, માંડવી પ્રાંત અધિકારી જનમ ઠાકોર, માંગરોળના વહીવટી અઘિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, દીપકભાઈ વસાવા, માંગરોળ તાલુકાના અધ્યક્ષ મહાવીરસિંહ પરમાર, દિલીપસિંહ રાઠોડ, માંગરોળનાં ટીડીઓ છાસટિયા તેમજ કોવિડ કેરમાં ફરજ બજાવતા તબીબો સહિત નર્સનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
માંગરોળ : વાંકલ ખાતે ઓક્સીજનની સુવિધા ધરાવતા બેડ અને એમબ્યુલન્સનું લોકાર્પણ કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ.
Advertisement