ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા મહામંત્રી સતિષભાઈ પટેલ દ્વારા ગત તારીખ 16/4/21 ના ડો,વિનોદ રાવ સાહેબને લેખિત રજૂઆત કરેલ હતી જેમાં જણાવેલ કે તાલુકા કક્ષાએ રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પુસ્તકો મફતમાં પહોંચાડવામાં આવે છે પરંતુ તાલુકામાંથી શાળા કક્ષા સુધી પહોંચાડવા માટે કન્ટીજન્સી અથવા અન્ય ગ્રાન્ટમાંથી ખર્ચ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે એવી આપની કક્ષાએથી સુચના થવા વિનંતી છે જે બાબતે આજરોજ તારીખ 27 /4 /21 ના માનનીય એસ.પી.ડી ની મંજુરી અન્વયે દરેક જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમગ્ર શિક્ષા અભિયાનને લેખિત જણાવેલ છે કે પાઠ્યપુસ્તકો શાળા સુધી પહોંચાડવાનો ખર્ચ શાળા કક્ષાએ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જે તે શાળાને મળતી કન્ટીજન્સી કે અન્ય ગ્રાન્ટમાંથી ખર્ચ કરો જો આ શક્ય ન હોય તો જરૂર જણાય શાળામાં સમગ્ર શિક્ષા અંતર્ગત મલ્ટી કમ્પોઝિટ ગ્રાન્ટ (શાળા ગ્રાન્ટ )નિયમો અનુસાર બાદ રહેતી બચતમાંથી કરી શકાય રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા મહામંત્રી સતિષભાઈ એસ.એસ.એ કચેરીનો સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ આભાર માનેલ છે અને જણાવેલ કે રાજ્ય સંઘની રજૂઆતનું હકારાત્મક પરિણામ આવતું જ રહ્યું છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ