Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા મથકે કોવીડ-19 અંગેની સમીક્ષા બેઠક તાલુકા પંચાયતનાં સભાખંડમાં યોજાઈ.

Share

હાલમાં કોવિડ-19 ના ફેલાતા સંક્ર્મણને ધ્યાને લઈ પ્રાંત અધિકારી, માંડવીના જનમ ઠાકોરના અધ્યક્ષ સ્થાને 27/4/21ના રોજ બપોરના 16:00 કલાકે તાલુકા પંચાયતના સભાખંડમાં સમીક્ષા બેઠક મળી હતી.

આ મિટિંગમાં કોવિડ – 19 ના સંક્રમણને અટકાવવા માટેના મુદ્દાઓની સમીક્ષા કરવા માટે માંગરોળ મામલતદાર વસાવા, નાયબ મામલતદાર ગીરીશભાઈ પરમાર અને દિનેશભાઇ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ સબ ઇન્સ્પેકટર, તાલુકા આરોગ્ય અધિકારી, ચીફ ઓફિસર તરસાડી, સરપંચો, તલાટી કમમંત્રી, મોસાલી, માંગરોળ, ઝંખવાવ, વાંકલ, તરસાડી, કોસંબાના વેપારીઓ હાજર રહ્યા હતા. માંડવી પ્રાંત અધિકારી જનમ ઠાકોરે જણાવ્યું હતુ કે “કોવીડ અપ્રોચ, બિહેવિયર અપ્રોચ ” ના સૂચનો સોશિયલ મીડિયામાં મૂકી લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવો જોઈએ સરળ અને ઝડપી ઉકેલ છે. સંકર્મણ ઘટાડવાના પ્રયાસો સૌ સાથે મળીને કરવો જોઈએ. કોવીડ રસીની સમજ આપી હતી. 18 વર્ષથી ઉપરના તમામ લોકોએ રસી મુકાવવી જ જોઈએ. રસીકરણ એ જ માત્ર ઉપાય છે. વેપારીઓ અને દુકાનદારો, શાકભાજી, ફ્રૂટની લારીવાળાઓને ફરજીયાત માસ્ક, હાથના મોજા અને સૅનેટાઇઝનો ઉપયોગ કરાવવો જોઈએ. કોવીડ પર જે અફવા ફેલાવવામાં આવે તેના પણ કડક પગલાં ભરવામાં આવશે. જે દુકાનદારને કોરોનો પોઝિટિવ હોય તો જેની પણ દુકાન ચાલુ હોય તેની જાણ આરોગ્ય વિભાગ અને પોલીસ સ્ટેશનમાં જાણ કરવી તેના પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સુરતજિલ્લાના માજી ભાજપ પ્રમુખે કહ્યું કે કોરોનો વોરિયસ આપણે જાતે જ બનવું જોઈએ. કોરોનાની શરૂઆતમાં ડર વધુ અને સંક્રમણ ઓછો હતો. બીજી લહેરમાં સંક્રમણ વધુ અને ડર ઓછો જોવા મળે છે. વેપારીઓના સહકારથી જ આપણે સંક્રમણ અટકાવી શકાય. સાથે ગ્રામપંચાયત અને નગરપાલિકાઓએ પણ વિશાળ સત્તાનો ઉપયોગ કરીને સંક્રમણને અટકાવવા માટેના પ્રયાસો કરવા જોઈએ. સૌના સાથ સહકાર મળશે તો જ ભગીરથ કાર્ય પૂર્ણ કરી શકીશું.

Advertisement

વિનોદ મૈસુરીયા, વાંકલ.


Share

Related posts

માંગરોળ તાલુકા ભાજપ પ્રમુખ પદે મુકુંદભાઈ પટેલની વરણી થતા તાલુકા પંચાયતના સભાખંડમાં અભિવાદન કરાયું

ProudOfGujarat

૨૫ દિવસ સુધી ભક્તો ની ભક્તિ માન્યા બાદ મેઘના દેવ મેઘરાજા એ ભકતો વચ્ચે થી વિદાય લિધી…

ProudOfGujarat

નડિયાદ : વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં બ્લાસ્ટ થતાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!