માંગરોળ તાલુકાના વાંકલ કન્યા છાત્રાલયમાં આવેલ કોવિડ કેર સેન્ટરની મા. મંત્રી ગણપતભાઈ વસાવાએ મુલાકાત લીધી હતી. મંત્રી ગણપતભાઈ વસાવાએ સુરત ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસર હસમુખભાઈ ચૌધરી, પ્રાંત અધિકારી જનમ ઠાકોર, ટી. ડી.ઓ. છાસટીયા, નાયબ મામલતદાર દિનેશભાઇ ચૌધરી, ડે.કલેકટર અમિતભાઇ ગામીતના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી વહેલી તકે 60 બેડ ધરાવતી ઓક્સિજન સહિતની બેડ વહેલી શરૂ કરવા ચર્ચા કરી હતી. તા.28 સુધીમાં તમામ સુવિધાથી સહિત હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી હતી.
મા. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતુ કે દરેકે દરેક વ્યક્તિઓએ કોવિડ રસી મુકાવી જોઈએ. આજુબાજુના સરપંચ, ડે. સરપંચઓને પણ જણાવ્યું હતુ કે દરેક ગામના દરેક વ્યક્તિઓને રસી મુકાવા પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ કોવિડ સેન્ટરમાં ઓક્સિજન સહિતની સેવા ઉપલબ્ધ થતાં આજુબાજુના વ્યક્તિઓને સુરત, બારડોલી, વ્યારા, અંકલેશ્વર સુધી લંબાવું પડશે નહિ. આ સુવિધા થતાં હોસ્પિટલ આશીર્વાદ રૂપ સાબિત થવાની છે. આ તકે ગણપતભાઈ વસાવા, સુરત જિલ્લા પંચાયતના સદસ્ય અફઝલભાઈ પઠાણ, રાકેશભાઈ સોલંકી, ઉપ પ્રમુખ ભરતભાઈ પટેલ, અનિલભાઈ શાહ, સુરત જિલ્લા પંચાયતના સદસ્ય કાનાભાઇ વસાવા, માં. તા. ના અધ્યક્ષ મહાવીર સિંહ, મુકુંદભાઈ પટેલ, માં. તા. ના સદસ્ય યુવરાજસિંહ સોનારીયા, તૃપ્તિબેન મૈસુરીયા, શૈલેષભાઇ મૈસુરીયા, સરકારી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરીયા, વાંકલ.
માંગરોળ : મંત્રી ગણપતભાઈ વસાવાએ વાંકલ ખાતે આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી.
Advertisement