ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ દ્વારા ગુજરાત રાજ્યના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર પી ભારતીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેના અનુસંધાનમાં આજે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા લેખિત કરાયુ છે જેમાં જણાવેલ છે કે હાલ કોરોનાનું સંક્રમણ વધુ હોય બી.આર.સી, સી.આર.સી, યુ.આર.સી, કો ઓડીનેટરને તેમની ટૂર ડાયરી પ્રમાણે શાળા વિઝીટ કરવામાં બીજી સૂચના ન મળે ત્યાં સુધી મુક્તિ આપવામાં આવે છે. આ સમય દરમ્યાન સી.આર.સી કોઓર્ડિનેટરે બી.આર.સી ભવન ખાતે સંદર્ભ દર્શિત પરિપત્ર સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે.
રાજ્ય સંઘની રજૂઆત ફરી એક વખત સફળતા મળે છે. સફળતા માટે રાજ્યના પ્રમુખ દિગ્વિજય સિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ અને રાજ્યસંઘની ટીમને ખૂબ ખૂબ અભિનંદન રાજ્ય સંઘની સાચી વાતને માની અને સી.આર.સી, બી.આર.સી અને બી.આર.પી. મિત્રોની કાર્ય કરવાની તકલીફને સમજી અને કાર્ય કરવા માટે ફેરફાર કરી આપવા માટે થઈને રાજ્યની એસ.એસ.એ કચેરીનો પણ આભાર એમ સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, અરવિંદભાઈ ચૌધરીએ જણાવેલ છે.
વિનોદ મૈસુરીયા, વાંકલ.