માંગરોળ તાલુકાના વાંકલ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલી કોરોના મહામારીને કાબુમાં લેવા માટે વાંકલ ગામને તારીખ 21 થી 25 એપ્રિલ સુધી સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વાંકલ ગ્રામ પંચાયત દ્વારા બહાર પાડવામાં આવેલ વિગત મુજબ વાંકલ અને આસપાસના વિસ્તારમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આ મહામારી સહેલાઇથી કાબૂમાં આવે તેમ નથી જેથી મહામારીને કાબુમાં લેવા માટે સ્વૈચ્છિક રીતે લોક સહયોગથી લોક ડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે. સવારે6 થી 8 દૂધની દુકાનો ખુલ્લી રહેશે, મેડિકલ સ્ટોર સમગ્ર દિવસ દરમિયાન ખુલ્લા રહેશે. ખુલ્લી રહેતી દુકાનો અને મેડિકલ સ્ટોરમાં પ્રોવિઝન અને કરિયાણાની ચીજ વસ્તુઓ વેચી શકશે નહીં આ સિવાયની ગામની તમામ દુકાનો બંધ રહેશે. દુકાન ખુલ્લી રાખશે તેને 10,000/- નો દંડ ફાટકારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
માંગરોળ : વકરી રહેલી કોરોના મહામારીને કાબૂમાં લેવા વાંકલ ગામમાં તા. 21 થી 25 સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરાયું.
Advertisement