Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ : વકરી રહેલી કોરોના મહામારીને કાબૂમાં લેવા વાંકલ ગામને તારીખ 18 થી 25 સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરાયું.

Share

માંગરોળ તાલુકાના વાંકલ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલી કોરોના મહામારીને કાબુમાં લેવા માટે વાંકલ ગામને તારીખ 18 થી 25 એપ્રિલ સુધી સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ લોક ડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વાંકલ ગ્રામ પંચાયત દ્વારા બહાર પાડવામાં આવેલ વિગત મુજબ વાંકલ અને આસપાસના વિસ્તારમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે આ મહામારી સહેલાઇથી કાબૂમાં આવે તેમ નથી જેથી મહામારીને કાબુમાં લેવા માટે સ્વૈચ્છિક રીતે લોક સહયોગથી લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે. સવારે ૮ થી ૧૦ દૂધ શાકભાજી, ફળફળાદી દુકાનો ખુલ્લી રહેશે. મેડિકલ સ્ટોર સમગ્ર દિવસ દરમિયાન ખુલ્લા રહેશે, ખુલ્લી રહેતી દુકાનો અને મેડિકલ સ્ટોરમાં પ્રોવિઝન અને કરિયાણાની ચીજ વસ્તુઓ વેચી શકશે નહીં આ સિવાયની ગામની તમામ દુકાનો બંધ રહેશે.

Advertisement

વિનોદ મૈસુરીયા, વાંકલ.


Share

Related posts

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઘાનપોર ગામે લટાર મારતો દીપડાનો પાંજરામા કેદ

ProudOfGujarat

ભરૂચ : વાઇરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં રોકેટ ગતિએ વધારો નોંધાતા સરકારી સહિત ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો.

ProudOfGujarat

હવે તમારા હેલ્મેટની સાથે અકસ્માત વીમા કવર મેળવો : આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે રોડ સલામતી જાગૃતતા વધારવા માટે વેગા હેલ્મેટની જોડાણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!