Proud of Gujarat
INDIAFeaturedGujarat

બારડોલી લોકસભા વિસ્તારનાં સાંસદ પ્રભુભાઇ વસાવા દ્વારા ૨૪x૭ કોવિડ કંટ્રોલ રૂમ શરૂ કરાયો.

Share

કોરોના સારવાર માટે પ્રજાના પ્રશ્નોને વહિવટીતંત્ર સુધી પહોંચાડી સરળતાથી ઉકેલ લાવવાના હેતુથી હેલ્પલાઈન કાર્યરત.

વૈશ્વિક કોરોના મહામારી કોવિડના વધતા પ્રકોપને ધ્યાને રાખી ૨૩-બારડોલી લોકસભા વિસ્તારના સાંસદ પ્રભુભાઇ વસાવા દ્વારા તા.૧૨ મી એપ્રિલથી તેમના માંડવી સ્થિત કાર્યાલય ખાતે કોવિડ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. આ કન્ટ્રોલ રૂમ પર સાંસદના કાર્યાલયનો સંપૂર્ણ સ્ટાફ ૨૪ કલાક ફરજ બજાવી રહ્યો છે. જેઓ કોરોના સારવાર માટે પ્રજાના દરેક પ્રશ્નોનોને વહિવટીતંત્ર સુધી પહોંચાડી સરળતાથી ઉકેલ લાવવા માટે આ કંન્ટ્રોલ રૂમથી સતત પ્રયત્નો કરી રહ્યા છે. આ માટે ઈમરજન્સી હેલ્પલાઇન નંબર ૭૯૯૦૭૬૭૬૬૦, ૯૫૭૪૦૭૬૫૫૫, ૯૫૩૭૨૭૭૩૦૧ ઉપર કોલ કરીને કોરોના સંબંધિત માર્ગદર્શન અને સમસ્યાઓની રજૂઆત કરી શકાશે.

Advertisement

     કોરોના મહામારીની બીજી લહેર અત્યંત ઝડપથી ફેલાઇ રહી છે, ત્યારે સાવધાની રાખી લોકો શક્ય હોય ત્યાં સુધી ઘરથી જરૂર પૂરતા જ બહાર નિકળવાની અપિલ પણ સાંસદએ કરી છે, તેમજ કોરોના મહામારી વિષેની કોઇ પણ પ્રકારની મદદ, જાણકારી કામકાજ માટે ટેલીફોનિક સંપર્ક કરવા જણાવાયું છે.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.


Share

Related posts

ભરૂચ : ભારતનાં ભુતપૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન રાજીવગાંધીની જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

શું!! ઉર્વશી રૌતેલાએ તેના જન્મદિવસ પર ખર્ચ્યા 93 લાખ રૂપિયા, જુઓ ડાયમંડ રોઝ અને 24 કેરેટ ગોલ્ડ કપકેક!

ProudOfGujarat

મન્નત એપાર્ટમેન્ટમાં તસ્કરો ત્રાટકયા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!