વકીલપરા અને અણોઈ ગામે એન.આર.આઈ પરિવારે જરૂરીયાત મંદ ગરીબોને અનાજ કીટ નું વિતરણ કરવા માં આવ્યું હતું. કોરોના વાયરસ સંદર્ભે લોકડાઉન ના કારણે ગરીબો રોજગારી થી વંચિત થયા હતા. વકીલપરા ગામ ના એન.આર.આઈ દિનેશભાઇ સોમાભાઈ પટેલે માનવતા મહેકાવી ગરીબ પરિવારોને દસ કિલો ઘઉં નો લોટ, અઢી કિલો ચોખા, પાંચસો ગ્રામ તુવર દાળ, એક કિલો તેલ સહીત ઉપરોક્ત સમાન ની એક કીટ બનાવી ગરીબ પરિવારો ને આપવામાં આવી હતી. સેવાભાવી દાનવીર દિનેશભાઇ પટેલ દ્વારા અગાઉ વકીલપરા ની પ્રાથમિક શાળા માં દાન કરવા માં આવ્યું હતું તેમજ થોડા દિવસ પહેલા ત્રણ જેટલાં આરોગ્ય સારવાર કેમ્પ નું આયોજન કરાયું હતું. કોરોના કારણે રોજગારી બંધ થતા ગરીબ પરિવાર ની વ્હારે આવ્યા હતા. અણોઈ અને વકીલપરા ગામે તેઓ દ્વારા તૈયાર કરાયેલી અનાજ કીટ નું વિતરણ માંગરોળ પો.સ.ઈ પરેશ નાયી અને કિન્નર ભાઈ ના હસ્તે કરાયું હતું.
વિનોદ મૈસુરિયા :- વાંકલ