માંગરોળ તાલુકા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા ઉપપ્રમુખ ભરતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાય હતી. પત્રકાર સ્વ. નઝીરભાઈ પાંડોર માટે બે મિનિટનુ મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ મિટિંગની શરૂઆત કરવામાં આવી હતી.
કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી. પ્રથમ દરખાસ્ત તૃપ્તિબેન મૈસુરીયાએ મુકી હતી અને ડૉ. યુવરાજસિંહ સોનારીયાએ ટેકો આપ્યો હતો. કારોબારી સમિતિમાં નવ સભ્યો અને ન્યાય સમિતિમાં પાંચ સભ્યોની નિયુક્તિ કરવામાં આવી હતી. કારોબારી સમિતિમાં મહાવીરસિંહ પરમાર, ચંદનબેન મહેશભાઈ ગામીત, ભરતભાઈ પટેલ, દીપકભાઈ ચૌધરી, મનહરભાઇ વસાવા, તૃપ્તિબેન મૈસુરીયા, યુવરાજસિંહ સોનારીયા, મીનાક્ષીબેન વસાવા, લલીતાબેન વસાવાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સામાજિક ન્યાય સમિતિમાં દિપ્તીબેન પરમાર, શૈલેષભાઇવસાવા, ભૂમિબેનવસાવા, મુકેશભાઈગામીત, કમળાબેન વસાવાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.