માંગરોળ તાલુકામાં છેલ્લા બે દિવસમાં આઠથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓના મોત થતા માંગરોળ તાલુકામાં તાત્કાલિક ધોરણે કોવિડ કેર સેન્ટર શરૂ કરવા પ્રબળ રજૂઆતો થઈ રહી છે.
માંગરોળ તાલુકામાં તરસાડી નગર અને માંગરોળનો પૂર્વપટ્ટી વિસ્તારમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યાનો આંક દિનપ્રતિદિન વધી રહ્યો છે છેલ્લા બે દિવસમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા આઠથી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે જેને કારણે લોકોમાં વ્યાપક ગભરાટ જોવા મળી રહ્યો છે સંક્રમિત થયેલા લોકો હોસ્પિટલ તરફ દોડી રહ્યા છે પરંતુ હોસ્પિટલમાં ખર્ચ કરી શકે એવા દર્દીઓને પણ જગ્યા મળતી નથી ત્યારે ગરીબ વર્ગના દર્દીઓની હાલત ખૂબ જ કફોડી બની છે. સરકાર અને વહીવટી તંત્ર માંગરોળ તાલુકાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે કોવિડ કેર સેન્ટરની વ્યવસ્થા કરે તેવી માંગ સાથે માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણી આગેવાનો માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરી તેમજ મહામંત્રી શાહબુદ્દીન મલેક દ્વારા કરવામાં આવી છે. વધુમાં અગ્રણી આગેવાનોએ જિલ્લા આરોગ્ય અધિકારી હસમુખભાઈ ચૌધરીને આ સંદર્ભમાં તાત્કાલિક પગલાં ભરવા અપીલ કરી છે
– માંગરોળના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા ને રજૂઆત થઈ.
કોંગ્રેસના મહામંત્રી રૂપસિંગ ગામીતે જણાવ્યું કે તાલુકામાં દર્દીઓ ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે માંડવી અને બારડોલી ખાતે કોવિડ કેર સેન્ટર ઉભુ કરાયું છે ત્યાં ફુલ થઇ જતા માંગરોળ તાલુકાના દર્દીઓ માટે બીજો કોઈ વિકલ્પ નથી આ સંદર્ભમાં અમે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા ને ભારપૂર્વક રજૂઆત કરી તાત્કાલિક ધોરણે માંગરોળ તાલુકાના દર્દીઓને સારવાર મળે એ માટે વાંકલ કોલેજ અથવા ઝંખવાવ ખાતે કોવિડ કેર સેન્ટર યુદ્ધના ધોરણે ઉભુ કરવામાં આવે કરવામાં તેવી માંગ કરી છે.