માંગરોળ તાલુકાનાં દેગડીયા ગામે ગત રાત્રિ દરમિયાન દીપડાએ બે વાછરડાનો શિકાર કરતા પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દેગડીયા ગામના ખેડૂત પશુપાલક ઐલેશભાઇ બચુભાઈ ગામીત ખેતરમાં ઘર બનાવીને રહે છે ગત રાત્રિ દરમિયાન તેઓના ખેતરમાં દીપડો આવ્યો હતો અને ઘર નજીકના કોઢારામાં બાંધેલા બે વાછરડાનો શિકાર કર્યો હતો એક વાછરડો સ્થળ પર મૃત હાલતમાં હતો જ્યારે બીજા નાના વાછરડાને દીપડો લઈ ગયો હતો. ખેડૂત પશુપાલકે ઘટનાની જાણ સવારે વાંકલ વન વિભાગની કચેરીને કરતા વન વિભાગ દ્વારા મૃત વાછરડાનો કબજો લેવામાં આવ્યો હતો અને મૃત વાછરડાનું પી.એમ કરાવી ખેડૂતને નુકસાનીનું વળતર મળે તે અંગેની કાર્યવાહી વનવિભાગ દ્વારા હાલ કરવામાં આવી છે. દીપડાના હુમલાથી ગામના ખેડૂત પશુપાલકોમાં હાલ ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે વનવિભાગ દિપડાને પાંજરે પુરવા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.