ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ દ્વારા બદલી થયેલા પ્રાથમિક શિક્ષકોને છુટા કરવા પ્રાથમિક શિક્ષણ નિયામકને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. જેમાં જણાવેલ છે કે 23/5/2012 ના બદલીના નિયમો મુજબ બદલી થયેલા શિક્ષકોને છુટા કરવા 10% નિયમ છે પરંતુ 10% ની જગ્યાએ બદલી થયેલા શિક્ષકોને 50% છુટા કરવા નિર્યણ કરવા અમારી રજૂઆત છે. વધુમાં જ્યાં ધોરણ 1થી 5 મા બે શિક્ષકોનું મહેકમ છે તે શાળામા બદલી થઇ હોઈ તો રાઈટ ટુ એડયુકેશન મુજબ છુટા કરી સકાતા નથી તો એ જગ્યા ઉપર સુપર ન્યુમરી વારા જે વધ વાલા શિક્ષક છે એમને 1થી 5 મા મૂકીને બે શિક્ષકના મહેકમવળી શાળાના શિક્ષકોને છુટા કરવા વિનંતી કરવામાં આવી છે એમ સુરત જિલ્લા સંઘના પ્રમુખ
કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ જણાવેલ છે.
Advertisement