Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરત : પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરથી સો ટકા જગ્યા ભરવા રજૂઆત કરવામાં આવી.

Share

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા મહામંત્રી સતિષભાઈ પટેલ દ્વારા રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને લેખિત રજૂઆત કરવી કરવામાં આવી છે, જેમાં જણાવેલ છે કે સન 2017 પછી પ્રાથમિક શિક્ષકોના જીલ્લા ફેર બદલીના કેમ્પો થયા નથી, ઘણા જિલ્લાઓમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં વધતો કેટલાક જિલ્લાઓમાં ઘટ છે હાલમાં ૧ થી ૫ ધોરણમાં ભરતી થતી નથી. આ સંજોગોમાં જિલ્લા/નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જ્યાં શિક્ષકોની જગ્યા ખાલી હોય ત્યાં સો ટકા જિલ્લા ફેરથી જગ્યા ભરવામાં આવે એવી માંગણી કરી છે. નિયમ મુજબ 40 ટકા જગ્યા ભરવામાં આવે છે પરંતુ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી જિલ્લાફેર બદલી થયેલ ન હોય પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરથી સો ટકા જગ્યા ભરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે એમ સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઇ પટેલે, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ અખબારી યાદીમાં જણાવેલ છે.

વિનોદ મૈસુરીયા, વાંકલ

Advertisement

Share

Related posts

રાજપારડી નગરમાં શરતોને આધિન ધંધા શરુ કરવાની મંજુરી બાદ બજારો ધબકતા થયા.

ProudOfGujarat

જેક થી દુકાનો નું શટર ઊંચું કરી ઘરફોડ ચોરી કરતી મારવાડી ગેંગ ને ચોરી ના હથિયારો અને મુદ્દામાલ સાથે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ ઝડપી પાડયા..

ProudOfGujarat

ભરૂચનાં વકીલ સાથે પાલનપુર પોલીસે કરેલ અત્યાચાર અંગે ધી ભરૂચ ડિસ્ટ્રીકટ બાર એશોસીએશનને ઠરાવ કરી સમગ્ર બનાવનો વિરોધ કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!