Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળમાં ભીલીસ્થાન ટાઇગર સેનાએ દેખાવો વિરોધ પ્રદર્શિત કરી આદિવાસી યુવતીને કચડી મારનાર અતુલ બેકરીનાં માલિકને સજા કરવા માંગ કરી.

Share

માંગરોળ તાલુકા મથક ખાતે સુરત જિલ્લા ભીલીસ્થાન ટાઈગર સેના આગેવાનોએ દેખાવો વિરોધ પ્રદર્શિત કરી આદિવાસી યુવતીને સુરતમાં કચડી મારનાર અતુલ બેકરીના માલિકને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી..

તાજેતરમાં સુરતના વેસુ ખાતે હિટ એન્ડ રનથી ઉર્વશી ચૌધરી નામની આદિવાસી યુવતીને અતુલ બેકરીના માલિકે દારૂના નશામાં કચડી મારી હતી જેથી આરોપીને સજા મળે એ માટે સુરત જિલ્લા ભિલીસ્થાન ટાઈગર સેના પ્રમુખ ઉદેશીંગભાઈ વસાવા સોહેલ જર્મન સહિતના સંખ્યાબંધ આગેવાનોએ તાલુકા મથક માંગરોળ મામલતદાર કચેરી ખાતે એકત્ર થઈ બેનરો સાથે સૂત્રોચ્ચાર દેખાવો વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ત્યારબાદ એક લેખિત આવેદનપત્ર માંગરોળના મામલતદારને સુપ્રત કરી ન્યાયની માંગ કરી હતી. ભીલીસ્થાન ટાઈગર સેનાના અગ્રણી સોહેલ જર્મને જણાવ્યું કે નશો કરેલી હાલતમાં ત્રણ વાહન ચાલકોને અડફેટે લઇ એક આદિવાસી યુવતીનું મોત નિપજાવવા છતાં અતુલ બેકરીના માલિક વિરુદ્ધ ૩૦૪ અ દાખલ કરી સુરત ઉમરા પોલીસે તપાસની ઢીલી નીતિ અપનાવી આરોપીને જામીન મુક્ત કરી દીધો છે જેથી અમારો પોલીસ પ્રશાસન સામે પણ આ સવાલ છે ખરેખર તેના વિરુદ્ધ માનવ વધની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેની ધરપકડ ફરી થવી જોઈએ અને ધરપકડ નહીં કરવામાં આવશે તો જિલ્લામાં ચાલતી અતુલ બેકરીની દુકાનોને ભીલીસ્થાન ટાઇગર સેના તાળાં મારશે તેમજ આવનારા સમયમાં સુરતની કમિશનર કચેરીનો ઘેરાવ તેમજ ઉપવાસ આંદોલન જેવા કાર્યક્રમો ભિલીસ્થાન ટાઈગર સેના આપશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારી પ્રશાસનની રહેશે.

Advertisement

Share

Related posts

ભરૂચ : બી.પી.એલ કાર્ડ ધારકોને સસ્તુ અનાજ ન મળતા જયભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા મામલતદારને રજૂઆત.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મચારી મંડળે આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

લીંબડી 6 દિવસનું લોકડાઉન ત્યારે ચબુતરા ચોક ખાતે વેપારી એસોસિયેશનનાં પ્રમુખનાં ગોડાઉનનું શટર ખુલતાં ડીયુ પરમારે વિડિયો ઉતારી બબાલ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!