*દેશના 12 કરોડ ખેડૂત પરિવારોને બચાવવા કોંગ્રેસ આંદોલન કરશે…
માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ ખેડૂતવિરોધી કાળો કાયદો રદ્ કરવામાં આવે અને દેશમાં બાર કરોડ ખેડૂત પરિવારો ને બચાવવા કાયદા વિરુદ્ધ કાર્યક્રમો યોજવાની મંજુરી આપવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું માંગરોળ તાલુકા મથક મામલતદાર કચેરી ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણી આગેવાનો રમણભાઈ ચૌધરી બાબુભાઈ ચૌધરી રૂપસિંગ ગામીત શાહબુદ્દીન મલેક. પ્રકાશ ગામીત સહિતના આગેવાનો દ્વાર ગુજરાતના રાજ્યપાલને સંબોધીને લખેલું એક આવેદનપત્ર મામલતદારને સુપ્રત કરી જણાવ્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતોના હક્કો અને હિતો ઉપર તરાપ મારી ખેડૂત વિરોધી કાયદાઓ સંસદમાં પસાર કરી બંધારણ નુ ઉલ્લંઘન કરેલ છે બંધારણની કલમ સાત મુજબ આવા કાયદા ઘડવા ની સત્તા માત્ર રાજ્ય સરકારોના આપવામાં આવી છે છતાં કેન્દ્ર સરકાર દ્વારા લોક ડાઉન નો લાભ લઈ ઉતાવળે સંસદમાં કાયદાઓ પસાર કરી દેવામાં આવ્યા છે આ કાયદાનો અમલ થાય તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બંધ થઈ જશે ભૂતકાળમાં કોંગ્રેસ સરકારે જમીન વિહોણા દેશના લોકોને કાયદાઓ લાવી મુડી પતિ ઓ પાસેથી જમીનો અપાવી જમીનના માલિક બનાવ્યા હતા હાલમાં ફરી દેશના ગરીબ ખેડૂતો ગુલામ બનવા જઈ રહ્યા છે લોકશાહી શાસન પદ્ધતિ માં વાણી સ્વતંત્રતાનો હક્ક છે અધિકાર માટે લડત આંદોલન કરવાનો હક છે પરંતુ આ ભાજપની સરકાર ખેડૂતો અને આંદોલનકારીઓનો અવાજ દબાવી દેવા માંગે છે તાજેતરમાં ખેડૂત વિરોધી કાયદા વિશે માહિતી આપવા માટે આગેવાનો દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સરકારે આગેવાનોને પકડી લઈ જેલમાં બેસાડી દીધા હતા ગુજરાત પોલીસ મૂડીવાદી લોકોનો હાથો બની કામ કરી રહી છે કોંગ્રેસ પક્ષ અન્યાય સામે ખેડૂતોના હિતમાં લોકશાહી શાસન પદ્ધતિ પ્રમાણે લડત અને આંદોલન કરી ખેડૂતોને ન્યાય મળે એવા પ્રયાસ આગામી સમયમાં કરશે.