માંગરોળ તાલુકાનાં ચાંદણીયા ગામે ટેનિસ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 16 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. મેચ દસ ઓવરની રમાડવામાં આવી હતી.
માંગરોળ તાલુકાનાં ચાંદણીયા ગામે ટેનિસ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું જેમાં દેગડીયા ઇલેવન ચેમ્પિયન બની. મેન ઓફ ધ મેચ સુનિલ દેગડીયા ઇલેવન ચેમ્પિયન બની. મેન ઓફ ધ મેચ સુનિલ ગામિતને જાહેર કરવામાં આવ્યો હતો. ફાઇનલ મેચ ગડકાછ ઇલેવન અને દેગડીયા ઇલેવન વચ્ચે રમાય હતી. પ્રથમ દાવ ગડકાછ ઇલેવને લીધો હતો. તેમાં 10 ઓવરમાં 95 રન માર્યા હતા અને 6 વિકેટ ગુમાવી હતી. તેના જવાબમાં દેગડીયા ઇલેવને 9 ઓવરમાં 96 રન ફાટકરતા વિજેતા બની હતી. સુનિલ ગામીતે 46 રન ફટકાર્યા હતા. ફાઇનલ મેચમાં ચેમ્પિયન બની હતી તેને 11,000/- રૂપિયાનું પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ગડકાછ ઇલેવન રનર્સઅપ બની હતી તેને 4000/- રૂપિયા પુરસ્કાર રૂપે આપવામાં આવ્યા હતા.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.
માંગરોળ તાલુકાનાં ચાંદણીયા ગામે ટેનિસ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisement