Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળનાં લુવારા ગામે જુના ઝઘડાની અદાવતમાં બે પરિવારો બાખડયાં…

Share

માંગરોળ તાલુકાનાં લુવારા ગામે જુના ઝઘડાની અદાવતમાં બે પરિવારો વચ્ચે મારામારી થતા બંને પરિવારોએ એકબીજા વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં સામ સામે ફરિયાદ નોંધાવી છે.

લુવારા ગામે તળાવ ફળિયામાં રહેતી હાજરાબેન રસીદભાઈ સાજીએ તેમના પતિ અને પુત્રને જુના ઝઘડાની અદાવતમાં હુમલો કરી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપવા અંગે પાંચ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં હસનજી ઉર્ફે ગોરો અહમદ સાજી, સહેજાદ યુસુફ સાજી, અહમદ યુસુફ સાજી, અયાન હસનજી સાજી, ઈસુફ અહમદ સાજી સહિતના આરોપીએ હાજરા બહેનનાં પતિ રસીદભાઇ અને પુત્ર અલ્તાફને લાકડી વડે માર મારી ઇજાઓ કરતા તેઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ રસિદભાઈ અંકલેશ્વર ખાતે એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે સામે પક્ષે હસનજી ઉર્ફે ગોરો અહમદ સાજીએ લાકડી વડે હુમલો કરી માર મારવાના ગુના હેઠળ આસિફ રસીદ સાજી, અલ્તાફ રસીદ સાજી, અસરફ રસીદ સાજી, રસીદ મોહંમદ સાજી અને હાજરાબેન રશીદ સાજી વિરુદ્ધ જુના ઝઘડાની અદાવતમાં ઝઘડો કરી માર મારવાના ગુના હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જંબુસરના સારોદ ગામે રાત્રે દીપડો દેખાયો, રાહદારીઓએ વિડીયો કેમેરામાં કેદ કર્યો.

ProudOfGujarat

ભરૂચના આમોદ તાલુકાના દાંદા ગામમાં ખેડૂત સમાજનું સંમેલન યોજાયું.

ProudOfGujarat

સુવિચારોનું અનુસરણ આભૂષણ છે જયારે કુવિચારોનું અનુસરણ દૂષણ છે – ડો. મતાઉદ્દીન ચિશ્તી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!