માંગરોળ તાલુકા એ.પી.એમ.સી.દ્વારા કોસંબા, મોસાલી અને ઝંખવાવ ખાતે અઠવાડિયામાં એક વાર હાટ બજાર ભરાતા હતા, પરંતું હાલમાં કોરોનાં વાઇરસની જે પરિસ્થિતિ ઉભી થવા પામી છે એને પગલે આ હાટ બજારો બંધ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ લોકડાઉનનાં દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 21 દિવસનો વધારો કરતા તથા આ વધારા બાદ વેપારીઓ દ્વારા ખાદ્ય ચીજોના ભાવોમાં એકાએક વધારો કરી પ્રજાજનોની લૂંટ શરૂ કરતાં એ.પી.એમ.સી.નાં ચેરમેન રાજુભાઇ પાઠક અને સેક્રેટરી અજીતસિંહ અટોદરિયાએ ચર્ચા વિચારણા કરી પ્રથમ કોસંબા ખાતે અને આગામી તારીખ ૩૧ મી માર્ચનાં મોસાલી સબયાર્ડ ખાતે શાકભાજી અને ફ્રુટ વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.એક ઘરમાંથી એક જ વ્યક્તિએ આવવાનું રહેશે, માસ્ક પહેરવાનું રહેશે તથા નાના બાળકોને સાથે ન લાવવા જણાવ્યું છે, મોસાલી ખાતે આવનારા બહાર ગામના વેપારીઓને કોઈ મુશ્કેલી પડે તો ૯૮૭૯૯૨૨૪૨૪ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. મંગળવારનાં દિવસે આ વેચાણ કેન્દ્રની પરિસ્થિતિ જોઈ બીજા કેટલા દિવસ વધારવા તે નક્કી કરવામાં આવશે.
નઝીર પાંદોર : માંગરોળ