Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : વાંકલ એન.ડી દેસાઈ હાઈસ્કૂલમાં ઓનલાઈન ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે કાર્યરત એન.ડી દેસાઈ સાર્વજનિક હાઇસ્કૂલમાં ઓનલાઇન ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ થયેલ ઓનલાઇન કૃતિઓને એકથી પાંચ નિર્ણાયકોએ નિહાળી હતી. આ પ્રદર્શનમાં SVS કક્ષાની કુલ 38 શાળામાંથી જુદા જુદા વિભાગમાં 22 કૃતિઓની નોંધણી થઇ હતી. ઓનલાઈન વિડીયો બનાવી શાળાના માર્ગદર્શક શિક્ષકોએ તેમજ બાળ વૈજ્ઞાનિકોએ સુંદર કૃતિઓનું વર્ણન કર્યું હતું. સરકારની એસ.ઓ.પી અને આરોગ્યલક્ષી ગાઇડલાઇન પ્રમાણે ઓનલાઇન પ્રદર્શનમાં પાંચ વિભાગમાંથી દરેક વિભાગમાં પ્રથમ ક્રમ આપવામાં આવ્યા હતા. પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર કૃતિઓ હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે વિજેતા બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોને ટ્રસ્ટી મંડળના પ્રમુખ સંજયભાઈ દેસાઈ તેમજ શાળાના આચાર્ય પારસભાઈ મોદીના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર પ્રદર્શનનું આયોજન હાઇસ્કૂલના શિક્ષકો કે.પી વઢીયાર અને હિતેશ પંચાલે કર્યું હતું.

Advertisement

Share

Related posts

ગોધરા ખાતે સ્વાતંત્ર્યદિન ઉજવણી કાર્યક્રમનું રિહર્સલ યોજાયું.

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લા નજીક ફોર વ્હીલ ગાડી અને એકટીવા વચ્ચે અકસ્માતમાં આધેડનું મોત.

ProudOfGujarat

નર્મદા જિલ્લા નિર્ભયા સ્કવોર્ડની વધુ એક માનવતા વાદી પ્રશંસનીય કામગીરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!