Proud of Gujarat
INDIAFeaturedGujarat

બી.આર.સી ભવન માંગરોલ મુકામે તાલુકા કક્ષાનું ઓનલાઈન ગણિત- વિજ્ઞાન -પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

Share

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત પ્રેરિત બ્લોક કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન માંગરોળ તાલુકાના બી.આર.સી ભવન પર ઓનલાઇન યોજવામાં આવેલ હતુ.

જેમાં મુખ્ય વિષય તકનીકી અને રમકડાના મુખ્ય થીમ પર કુલ પાંચ વિભાગમાંથી 38 શાળાઓએ પોતાના અલગ-અલગ મોડેલ રજૂ કરેલ હતા. આ પ્રદર્શનમાં કોવીડ 19 ની ગાઈડલાઈન મુજબ માઈક્રોસોફ્ટ ટીમનાં માધ્યમથી ઓનલાઇન પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતુ જેમાં માંગરોળ તાલુકાના લાયઝન અધિકારી જગદીશભાઈ પટેલ, લેક્ચરર ડાયેટ સુરત દ્વારા ભાગ લેનાર માર્ગદર્શક શિક્ષક તથા બાળ વૈજ્ઞાનિકોને ગણિત વિજ્ઞાન પ્રદર્શન અંગે માર્ગદર્શન સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બી.આર.સી કૉ ઓર્ડીનેટર હીરાભાઈ ભરવાડ દ્વારા તમામ વિભાગની માહિતી આપવામાં આવી અને વધુમાં વધુ બાળકોને આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો લાભ મળે અને બાળક અત્યારથી જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવે અને સમાજને ઉપયોગી બને તે અંગે વાત કરવામાં આવી. આ કાર્યક્રમમાં ભુપેન્દ્રભાઈ પટેલ, રંજન પટેલ અને અવનીબેન સોની દ્વારા નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી ટેકનિકલ સપોર્ટ તરીકે સંદીપભાઈ પટેલ અને વિજયભાઈએ ખૂબ સુંદર કામગીરી કરી અને તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનને સફળ બનાવવામાં આવેલ હતુ.

Advertisement

Share

Related posts

ડભોઇ તાલુકાના ચાંદોદમાં અન્નપૂર્ણા માતાના મંદિરે દર્શન માટે ભાવિક ભકતો ઉમટી પડ્યા.

ProudOfGujarat

સુરતનાં વરાછામાં ઉમિયાધામ રોડ પર આવેલ કબીરવાડી વિસ્તારમાં એમ્બ્રોડરીનાં કારખાનામાંથી કાપડની ચોરીના બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

ProudOfGujarat

ચોરીના 6 ગુનાનો ભેદ ઉકેલાયો : ભરૂચ એલસીબીએ ચોરીની ઘટનામાં સંડોવાયેલ સીકલીગર ગેંગના એક સાગરીતને ઝડપી પાડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!