કોમી એકતાના પ્રતીક સમાન, ઘેર ઘેર ગાય પાળો, વૃક્ષ વાવો, વ્યસન મુક્તિ, તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવોનો સંદેશો આપતી ઐતિહાસિક મોટામિયા માંગરોલની ગાદી સાથે સંકળાયેલ કડી મુકામે આવેલ ખ્વાજા બદરુદ્દીન ચિશ્તીની દરગાહ આવેલી છે, જ્યાં દર વર્ષેની પરંપરા મુજબ ધુળેટીના દિવસ ઉર્સ ઉજવવામાં આવે છે. જેમા હિન્દુ – મુસ્લિમ દરેક ધર્મના અનુયાયીઓ ખૂબ મોટી સંખ્યામા હાજરી આપે છે. દર વર્ષે અહીં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આ પ્રસંગમાં મોટામિયાં માંગરોલની ગાદીના અધિકૃત સજજાદાનશીન- ગાદીપતિ હઝરત ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબ દ્વારા સંદલ શરીફની વિધિ થાય છે તથા તેઓના સુપુત્ર- અનુગામી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી પણ હાજર રહે છે. આ વર્ષે તા. 29 – 03- 2021 સોમવારના રોજ યોજાનાર ઉર્સની ઉજવણીના તમામ કાર્યક્રમો જનહિત માટે મોકૂફ રાખવામાં આવેલ છે, તેમ મોટામિયાં માંગરોલની અધિકૃત ગાદીના સજજાદાનશીન- ગાદીપતિ હઝરત ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબ દ્વારા જણાવવામાં આવેલ છે. આ દિવસનો મહિમા હોય દરેક પોતપોતાના ઘરે જ રહી અભ્યર્થના કરે. આ સિવાય પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા, સમૂહમાં ભેગા ન થવા અને સરકાર શ્રીની ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરી, સલામતી જાળવી વહીવટી તંત્રને સહકાર આપવા જણાવેલ છે.
વિનોદ (ટીનુભાઈ)મૈસુરીયા, વાંકલ.