Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે તાલુકા પંચાયતનાં સદસ્યનાં પુત્રનાં જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે તાલુકા પંચાયતનાં સદસ્ય ડૉ. યુવરાજસિંહ સોનારીયા અને ધર્મ પત્ની નીલમબેન સોનારીયા દ્વારા પુત્ર પૂર્વીકનો જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી. સોનારીયા પરિવાર તરફથી સમાજમાં ઉદાહરણરૂપ દાખલો બેસે તેવું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે.

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે રહેતા ડોક્ટર યુવરાજસિંહ સોનારીયા અને તેમની પત્ની નીલમબેન સોનારીયાએ પોતાના પુત્ર પૂર્વીકનાં જન્મદિવસ નિમિતે વિકલાંગોને સાત થ્રીં વહીલ સાયકલો ભેટ આપવામાં આવી હતી

અને સંતોષીબેન સુધીરભાઈ વસાવાને સિલાઈ મશીન ભેટમાં આપવામાં આવ્યું હતું. બીજા ગરીબ વર્ગના 14 જેટલાં વ્યક્તિઓને 21,200/- રૂપિયા આપવામાં આવ્યા હતા. ડૉ. યુવરાજસિંહ દ્વારા ગરીબોને મદદ કરી સમાજમાં ઉદાહરણ રૂપી સરહનીયકાર્ય કરવામાં આવ્યું છે.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ભરૂચ : મોરબી તાલુકાનો 5 મહિનાથી નાસતો ફરતો આરોપી વાલિયા ખાતેથી ઝડપાયો.

ProudOfGujarat

ભાજપનો ગઢ ગણાતી લિંબાડા, રણકપોર, ગ્રામ પંચાયત કોંગ્રેસે આંચકી.

ProudOfGujarat

ભરૂચમાં ગુનાહિત કાવતરું થાય તે પહેલા જ દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી પાડતી એલસીબી ની ટીમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!