માંગરોળ તાલુકા મથકે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના વાયરસ સામે તકેદારીના ભાગરૂપે દર્દીઓ એકબીજાથી અંતર જાળવે તે મુજબ આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં ખાનગી દવાખાના બંધ હોવાથી ગામ્ય વિસ્તારમાં દર્દીઓના ઘસારો સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રહેતા સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.રાકેશ પટેલ એન્ડ સ્ટાફ દ્વારા દવા અને સારવાર લેવા માટે આવતા દર્દીઓ એકબીજાથી અંતર જાળવે એ માટે બે મીટરનું અંતરમાં વર્તુળ રાખી દર્દીઓને ઉભા રાખવામાં આવ્યા હતા તેમજ તમામ દર્દીઓએ નિયમનું પાલન કરી દવા અને સારવાર લીધી હતી.
Advertisement