૨૧-૦૩-૨૦૨૧ નાં રોજ ઝંખવાવ રેસ્ટ હાઉસ ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અમરકુઇ તેમજ કેવડી કુંડ, વન કલ્યાણ સમિતિને તેમને કરેલા વન સંવર્ધન તેમજ વન સંરક્ષણની કામગીરીને બિરદાવી સુરત વન વર્તુળનાં મે.સી.સી.એફ શ્રી સી.કે સોનવણે સાહેબનાં હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યાં.
ત્યારબાદ વન સમિતિનાં પ્રમુખ, મંત્રી તેમજ સભાસદોને જંગલનું મહત્વ સમજાવવામાં આવ્યું, તેમજ ગ્લોબલ વોર્મિંગ, કલાઇમેટ ચેન્જ, પ્રદૂષણ વગેરેને રોકવામાં જંગલ કેવી રીતે ઉપયોગી છે તેની સમજ આપવામાં આવી. તેમજ જંગલમાંથી મળતા લાભો, રોજગારીની સમજ આપવામાં આવી. જંગલને કેવી રીતે ટકાઉ અને સમજદારી તરીકે ઉપયોગ કરીએ જેથી જંગલનો વર્તમાન તેમજ ભાવિ પેઢીને તેમાંથી મળતા લાભો અવિરત પળે મળતા રહે. પ્રોગ્રામનું આયોજન વાંકલ રેન્જના આર.એફ.ઓ નિતીન વરમોર, જયંતિ બારીયા, જયેશ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.
માંગરોળ : ઝંખવાવ રેસ્ટ હાઉસ ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
Advertisement