માંગરોળ અને ઉમરપાડા તાલુકાના મુસાફરોએ વાડી સુરત એસ.ટી બસને જુના સમયપત્રક મુજબ સાંજે સાત વાગ્યે સુરત સેન્ટ્રલ એસ.ટી ડેપોથી ઉપાડવાની માંગ સાથે મુસાફરોએ માંડવી એસ.ટી ડેપોના મેનેજરને લેખિત રજૂઆત કરી છે.
કોરોના કાળનાં કારણે ગયા વર્ષે કેટલાક એસ.ટી બસના રૂટનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો પરંતુ હાલમાં લોકડાઉન ખુલી ગયું હોય ત્યારે વર્ષો જુના વાડી સુરત એસ.ટી રૂટને અગાઉના સમય મુજબ દોડાવવામાં આવે તે જરૂરી છે. સાંજે સાત વાગ્યે વાડી સુરત એસ.ટી બસ સુરતથી ઉપડતી હતી આ સમયમાં લોકડાઉનને કારણે ફેરફાર કરી આ એસ.ટી.બસને 5:30 વાગ્યે સુરતથી ઉપાડવામાં આવે છે અને સાથે સુરત નેત્રંગ એસ.ટી બસને 6:00 વાગ્યે ઉપાડવામાં આવે છે જ્યારે નોકરી-ધંધા માટે કાયમી સુરત જતા મુસાફરોને સાંજે છ વાગ્યે નોકરી પરથી છોડવામાં આવે છે. આ રૂટનો લાભ બંને તાલુકાના મહત્તમ પેસેન્જરોને મળતો નથી વધુમાં એસ.ટી વિભાગ દ્વારા માંગરોળ ઉમરપાડાનાં મુસાફરો માટે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે નોકરી ધંધો કરતા એસ.ટી બસના કાયમી મુસાફરો મોટી મુશ્કેલી અનુભવી રહ્યા છે, ત્યારે જવાબદારી અધિકારીઓ દ્વારા મુસાફરોની અરજીને ધ્યાનમાં લઇ વાડી સુરત એસ.ટી બસ સુરતથી ઉપાડવાનો સમય બદલી સાંજે સાત વાગ્યે સેન્ટ્રલ એસ.ટી ડેપોથી સુરત વાડી એસ.ટી બસને ઉપાડવામાં આવે તે તેવી માંગ કરવામાં આવી છે.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.