પાનેશ્વર મહાદેવ અને ગુપ્તેશ્વર મહાદેવ બંને ગામનાં શિવ મંદિરોમાં રાજા રજવાડા દર્શન કરવા માટે આવતા હતા એવી વાત લોકમુખે ચર્ચાય છે. શિવ મંદિરો ભમભમ ભોલે અને ઓમ નમ: શિવાયનાં નાદથી ગુંજી ઉઠ્યા હતા. મહાશિવરાત્રી નિમિતે ભાવિક ભક્તોએ ઘી નાં કમળનાં દર્શન કર્યા હતા. બીલીપત્ર, દૂધ, જળ ચડાવીને ઓમ નમ: શિવાયનાં જાપ કરી આરાધના કરવામાં આવી હતી.
માંગરોળ તાલુકાનાં વાંકલ ભૂખી નદીના કિનારે આવેલ અતિપૌરાણિક પાનેશ્વર મહાદેવમંદિર, અંબાજી માતાજીનાં પટાંગણમાં આવેલ રામેશ્વરમહાદેવ, ગુપ્તેશ્વર અતિ પૌરાણિક મંદિર આવેલું છે. માંડળ ગામે સાંજે 6.00 કલાકે આરતી, ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વેરાકુઈ ખાતે આવેલ કેદારેશ્વર મહાદેવ મંદિરે સવારે મહાઆરતી અને મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.
માંગરોળ તાલુકાનાં વાંકલ, વેરાકુઈ, માંડળ ગામે શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી.
Advertisement