Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ગામનાં ત્રણ વિજેતા ઉમેદવારોનું ગાયત્રી મહિલા મંડળ દ્વારા સન્માન થયું.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામનાં ત્રણ ઉમેદવારોનો તાલુકા પંચાયતની ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજય થતા વાંકલ ગામના ગાયત્રી મહિલા મંડળ દ્વારા ત્રણેય સભ્યોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

વાંકલ તાલુકા પંચાયત બેઠક પર ભાજપ પક્ષ દ્વારા ડોક્ટર યુવરાજસિંહ સોનારીયાને ટિકિટ આપવામાં આવી હતી જેમાં તેમનો ૧૮૦૦ મતે ભવ્ય વિજય થયો હતો વાંકલ ગામના સરપંચ ભરતભાઈ વસાવાના ધર્મ પત્ની ભૂમિબેન વસાવાને ભીલવાડા તાલુકા પંચાયત બેઠક પર ભાજપ પક્ષે ટીકીટ આપતા તેમનો ૧૯૦૦ મતે ભવ્ય વિજય થયો હતો જ્યારે આંબાવાડી બેઠક પર તૃપ્તિબેન શૈલેષભાઈ મૈસુરીયાને ટિકિટ આપવામાં આવતા તેમનો 1869 થી વધુ મતે ભવ્ય વિજય થતાં વાંકલ ગામના ત્રણેય ઉમેદવારો સન્માન સમારોહ વાંકલ ગામના સાઇ મંદિરે યોજાતા મહિલા મંડળની બહેનોએ વિજેતા ઉમેદવારોનું શાલ ઓઢાડી સન્માન કરી સ્મૃતિભેટ અર્પણ કરી હતી. તેમજ વાંકલ ગામના અગ્રણી પ્રવીણભાઈ મોદી, નારણભાઈ પટેલ, સુભાષભાઈ શાહ સહિતના આગેવાનોએ સન્માન કરી શુભકામનાઓ પાઠવી હતી.

Advertisement

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.


Share

Related posts

આરોગ્ય ઘામ ગાંઘી હોસ્પિટલમાં દારૂની ખાલી બોટલો મળતા ખળભળાટ !

ProudOfGujarat

સમસ્ત માછીમાર સમાજ નો ભરૂચ ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી સ્થળે વિરોધ પ્રદશન,સમાજ ને ન્યાય મળે માટે કરી રજુઆત

ProudOfGujarat

અંકલેશ્વરમાં નવાગામ કરારવેલ ગામે ભારતનું સૌથી મોટું મશરૂમ ફાર્મ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!