8 મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિને સુરત પોસ્ટ ડિવિઝનનાં સિનિયર સુપ્રીટેન્ડન (એસ.એસ.પી )વર્ષા બેન કરાન્ડે દ્વારા કોસંબા સબ ડિવિઝનમાં આવતી તમામ બ્રાન્ચ ઓફિસમાં કુલ 200 જેટલાં સુકન્યા ખાતા તેમના દ્વારા ખોલી આપવામાં આવ્યા. કોસંબા સબ ડિવિઝનનાં અનીલકુમારનાં પ્રયાસોથી આજના મહિલા દિવસ નિમિત્તે ખાતા ખોલવામાં આવતા સરહાનીય કામગીરી કરવામાં આવી હતી. સુકન્યા ખાતું ખોલાવવા માટે 250 રૂપિયાથી ખાતું ખોલવામાં આવે છે. આ સુકન્યા ખાતા દર વર્ષે ઓછામાં એક હજાર રૂપિયા ભરી શકાય અને વધુમાં વધુ દોઢ લાખ ભરી શકાય છે સુકન્યા ખાતું એકવીસ વર્ષે પાકે છે. સુકન્યા ખાતામાં છોકરીનાં ભણતર માટે જરૂરિયાત હોય તો અઢાર વર્ષે પછી 50 % રકમ ઉપાડી શકાય છે. એસ.પી.એમ. કોસંબા પોસ્ટ ડિવિઝન તમામ પોસ્ટલ આસસીસ્ટન્ટ અને એમ. ઓ. અને એમ.ઈ.ઓ નાં સતત પ્રયાસોથી કામગીરી કરવામાં આવી હતી. પોસ્ટ વિભાગમાં ચાલુ ખાતું, રિકેરિંગ ડિપોઝિટ, પી. એલ.આઈ, આર.પી.એલ. આઈ. યોજના પી.એમ. એસ.બી. વાય, પી. એમ. જે.જે. વાય, અટલપેનશન યોજનાની વિવિધ કામગીરી અંગેની જાણકારી આપવામાં આવી હતી.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.