સુરત જિલ્લામાં કોવિડ 19 રસીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેમાં આરોગ્ય કર્મચારીઓ તેમજ બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કરોને રસીનો ડોઝ આપવામાં આવ્યા હતા જ્યારે હાલ બીજો ડોઝ આપવાની કામગીરી ચાલુ છે ત્યારે ત્રીજા તબક્કામાં ૬૦ વર્ષથી ઉપરના 15 થી 20 જેટલા વૃદ્ધોને આજરોજ વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસી આપવામાં આવી હતી તેમાં 60 વર્ષથી ઉપરના વયનાં વૃદ્ધોમાં કોરોના રસી લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં વાંકલ વેપારી મંડળના પ્રવીણભાઈ મોદી, હાઈસ્કૂલના કેળવણી મંડળના પ્રમુખ સંજયભાઈ દેસાઇ, પ્રવીણભાઈ દેસાઈ, એસ.એન શાહ, અલકાબેન પુરોહિત, ગીતાબેન દેસાઈ, હરીશ ભાઈ મોદી, નારણભાઈ સુર્વે, દોશી હસમુખભાઈએ રસી મુકાવી હતી.
આરોગ્ય કર્મીઓ અને વર્કરોની સરખામણીએ 60 વર્ષની ઉપરના વૃદ્ધને રસી લેવા માટે જબરજસ્ત ઉત્સાહ આજરોજ જોવા મળ્યો હતો. 60 વર્ષના વયોવૃદ્ધ રસી મુકવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા આરોગ્ય કર્મચારીઓ મેડિકલ ઓફિસર તબીબોએ નર્સિંગ સ્ટાફ સહિતના સીનીયર સીટીઝનોને આવકાર્યા હતા અને રસી માટે પ્રોત્સાહિત કર્યા હતા. કોરોના રસીકરણના ત્રીજા તબક્કામાં રસી મુકવા માટે 60 વર્ષથી વધુ ઉંમરના પુરુષોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ખૂબ ઉમળકાભેર કોવિડ 19 ની રસી મુકાવી હતી. મેડિકલ ઓફિસર દ્વારા રસી મુકવા આવેલા વયો વૃદ્ધને દવાખાનામાં અડધો કલાક ઓબ્ઝર્વેશનમાં બેસાડવામાં આવેલ હતા તેમજ તેમને જરૂરી સુચના તેમજ નોર્મલ તાવ આવવાનું જણાવી રસીની વિસ્તૃત સમજ આપી હતી.
દિપક પુરોહિત (વાંકલ) માંગરોળ