નાની નરોલી જિલ્લા પંચાયત બેઠક ઉપર ભાજપના અફઝલખાન પઠાણનો ૪૩૫૦ મતે ભવ્ય વિજય જિલ્લાના ધુરંધર કોંગ્રેસી નેતા દર્શન નાયકનો કારમો પરાજય થયો છે. આંબાવાડી તાલુકા પંચાયત ભાજપના ઉમેદવાર તૃપ્તીબેન શૈલેષકુમાર મૈસુરીયાને 2854 મત મળ્યા હતા જયારે કોંગ્રેસના ઉમેદવાર ભારતીબેન મૈસુરીયાને ફક્ત 986મત મળ્યા હતા. ભાજપના ઉમેદવારને 1869ની લીડ મેળવી હતી.
માંગરોળ તાલુકામાં ભાજપનો ભગવો લહેરાયો છે જિલ્લા પંચાયતની ૫ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે જ્યારે માંગરોળ તાલુકા પંચાયતની ૧૯ બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે. સમગ્ર તાલુકામાં કોંગ્રેસને માત્ર પાંચ બેઠકો મળી છે જેમાં માંગરોળ મોસાલી કોસંબા ૧ કોસંબા ૨ અને પીપોદરા તાલુકા પંચાયત બેઠક સમાવેશ થાય છે. પીપોદરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હસમુખભાઈ રાઠોડે માત્ર ચાર મતે વિજેતા થયા છે.માંગરોળ તાલુકામાં જિલ્લા પંચાયતની કુલ પાંચ બેઠક પર ભાજપ જીત્યું છે કોસંબા જિલ્લા પંચાયત બેઠક કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન કિશોરભાઈ પંડ્યાને ભાજપના અમિષાબેન જગદીશભાઇ પરમારે માત્ર ૨૯ મતે હાર આપી છે. જ્યારે સમગ્ર જિલ્લાનું ધ્યાન કેન્દ્રિત કરતી નાની નરોલી જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ધુરંધર નેતા દર્શન નાયકને કોંગ્રેસ પક્ષે ટીકીટ આપતા આયાતી ઉમેદવાર હોવાથી સ્થાનિક ઉમેદવાર ઈદ્રીશભાઈ મલેક નારાજ થઈ ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસે મોટું નુકસાન વેઠવું પડયું છે મુસ્લિમ મતદારો ધરાવતી તાલુકાની પાંચથી વધુ બેઠકો કોંગ્રેસે ગુમાવી છે તેમજ સમગ્ર માંગરોળ તાલુકાનું સંગઠન માળખું અસ્તવ્યસ્ત થઈ ગયું હતું જેના પરિણામે નાની નરોલી જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયકની કારમી હાર થઈ છે. ભાજપના અફઝલખાન પઠાણનો ૪૩૫૦ મતે ભવ્ય વિજય થયો છે આખરે કોંગ્રેસ પક્ષને દર્શન નાયકની ટિકિટ આપવાનું ભારે પડ્યું છે. ઉમરપાડા તાલુકા પંચાયતની તમામ ૧૬ બેઠકો અને જિલ્લા પંચાયતની ૨ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થતાં બંને તાલુકામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે.
વિનોદ મૈસુરીયા, વાંકલ.