માંગરોળ તાલુકાના વસરાવી ગામે કોરોના વાયરસ પોઝીટીવ નીકળ્યો હતો. તે ઘર અને આજુબાજુના વિસ્તારને સોડિયમ હાઇપોક્લોરાઇડ નો છંટકાવ પ્રા.આ. વેરાકુઇ દ્વારા કરવામાં આવ્યો. સંપર્કમાં આવેલા ૩૮ જેટલા વ્યક્તિઓને વીર નર્મદ યુનિ. સમરસ હોસ્ટેલ માં ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મક્કા – મદીનાની યાત્રા કરીને આવેલા માંગરોળના વસરાવી ના વૃદ્ધ તેમના પરિવારજનોના ઘરની આજુબાજુ પ્રા.આ. કેન્દ્ર વેરાકુઇની ટીમે બારી-બારણા, ગેરેજ, આજુ-બાજુ મા દવાનો છંટકાવ કર્યો હતો. વેરાકુઇ ડોક્ટરના જણાવ્યા પ્રમાણે આ પરિવારજનો જ્યારે ઘરે આવશે તે પહેલા આખા ઘરમાં દવાનો છંટકાવ કરી પ્રવેશ આપવામાં આવશે એમ જણાવાયું હતું. સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. લોકટોળું ભેગુ કરવું, ના કરવું, સરકાર શ્રી ના નિયમોનું પાલન છે. મસ્જિદમાં નમાજ નહિ પઢવા માટેની અપિલ કરી હતી તે અંગેની જાણ વસરાવીના સરપંચ શ્રી ને કરવામાં આવી છે.
માંગરોળ તાલુકાના વસરાવી ગામે કોરોના વાયરસ પોઝીટીવ નીકળ્યો હતો. તે ઘર અને આજુબાજુના વિસ્તારને સોડિયમ હાઇપોક્લોરાઇડ નો છંટકાવ પ્રા.આ. વેરાકુઇ દ્વારા કરવામાં આવ્યો.
Advertisement