Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વેરાકુઈ ખાતે કોંગ્રેસનાં 500 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા.

Share

માંગરોળ તાલુકાનાં વેરાકુઈ ખાતે ઈદ્રીશભાઈ મલેક સહિત 500 થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા. મંત્રી ગણપતભાઈ વસાવાએ કેસરિયો ખેસ પહેરાવી ઈદ્રીશભાઈ મલેક તેમજ અન્ય કાર્યકરોને આવકાર્યા અને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસે ઈદ્રીશભાઈ મલેકની નાની નરોલી જિલ્લા પંચાયતની ટિકિટ કાપી નાંખતા તેઓએ કેસરિયો ખેસ ધારણ કર્યો.

આ પ્રસંગે મંત્રી ગણપતભાઈ વસાવા, ભાજપ સુરત જિલ્લા પ્રમુખ સંદીપભાઈ દેસાઈ, મહામંત્રી દીપકભાઈ વસાવા, જગદીશભાઈ ગામીત, ચંદનબેન ગામીત, વેરાકુઈ સરપંચ અશ્વિનભાઇ ગામીત, કંસાલી સરપંચ અંકિતા બેન ગામીત, આંબાવાડી ગામના સરપંચ જયેશભાઇ ચૌધરી, નાનીનરોલી જિલ્લા પંચાયતના ઉમેદવાર અફઝલ ભાઈ પઠાણ, તા. પં. વાંકલના ડૉ. યુવરાજસિંહ સોનારીયા, આંબાવાડી તાલુકા પંચાયતના ઉમેદવાર તૃપ્તિબેન શૈલેષભાઇ મૈસુરીયા, વેરાકુઈ ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ભરૂચ : કરજણ ખાતે મહિલા કોંગ્રેસનાં અધ્યક્ષની ઉપસ્થિતિમાં જનસંપર્ક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સાબરકાંઠાનાં ઇડરમાં 177 ટ્રેક્ટર પર 8.20 કરોડની લોન લેવાના કૌભાંડના પાંચમાંથી ત્રણ આરોપી ઝડપાયા.

ProudOfGujarat

નેત્રંગ ટાઉનમાં મજૂર વર્ગને તેલનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!