માંગરોળ તાલુકામાં વાંકલ ખાતે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ, એશોશીએશન ઓફ ઝૂલોજીસ્ટ અને વાંકલ રેન્જ, વનવિભાગ દ્વારા વિશ્વ જલપ્લાવિત દિવસની ઊજવણી કરવામાં આવી હતી. ઓનલાઈન વેબીનારમાં નિવૃત્ત સી.સી.એફ. ઉદય વોરા દ્વારા જલપ્લાવિત વિસ્તારો અને નિવસનતંત્રમાં તેના મહત્વ વિષે જણાવવામાં આવ્યું હતું.
કોલેજના આચાર્યશ્રી ડૉ. પાર્થિવ ચૌધરી તથા ડૉ. ધર્મેશ મહાજન દ્વારા જલપ્લાવિત વિસ્તારોનું મહત્વ જણાવ્યું હતું તથા વિશ્વ જલપ્લાવિત દિવસની ઊજવણી માટે અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.
અસોસિએશન ઓફ ઝૂલોજીસ્ટ, દક્ષિણ ગુજરાત ઝોનના વાઇસ પ્રેસિડન્ટ ડૉ. અલ્કેશ શાહ દ્વારા ઓનલાઈન વેબીનારમાં જોડાયેલ તમામનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તથા આ પ્રકારના કાર્યક્રમોથી વિદ્યાર્થીઓ તથા જાહેર જનતામાં જાગૃતતા આવે છે એમ જણાવવામાં આવ્યું હતું.
વાંકલ વનવિભાગના રેન્જ અધિકારી નિતિન વરમોરેએ વિદ્યાર્થીઓને પક્ષીઓ, વન અને વન્યજીવોના સંરક્ષણ માટે આહવાન કર્યું હતું તથા ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તથા ભવિષ્યમાં વનવિભાગની પ્રવૃતિઓમાં કોલેજના સ્ટાફ તથા વિદ્યાર્થીઓની ભાગીદારી માટે જણાવવામાં આવ્યું હતું.
વેબીનારમાં જુદી જુદી કોલેજોના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. વેબીનારનું સફળ આયોજન પ્રાણીશાસ્ત્ર વિભાગના વિભાગીય અધ્યક્ષ અને AOZ ના કોઓર્ડીનેટર ડૉ. રાજેશ સેનમા, ડૉ. નેહલ શાહ, ડૉ. એચ.વી. જોશી, ડૉ. પુષ્પા શાહ, જીગર પટેલ, મુબીના આજમ, શીતલ પટેલ અને સેજલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
વિશ્વ વેટલેન્ડ ડે ની ઉજવણીના ભાગરૂપે માયા તળાવ, ટીંટોઈની મુલાકાત લેવામાં આવી.
જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા પક્ષી દર્શન કરવામાં આવ્યું હતું. તળાવ, આદ્રભૂમિ વગેરે જેવા કુદરતી પાણીના સ્રોત પ્રદૂષકોને તોડી અને પાણીને સ્વચ્છ બનાવે છે. જો પૃથ્વીનું ભાવિ નક્કી કરવું હોય તો કુદરતી સ્રોતોની આવશ્યકતા છે. પ્લવકો (પ્લાન્ક્ટોન), કીટકો, માછલીઓ, પક્ષીઓ અને પ્રાણીઓ તમામનો આધાર વેટલેન્ડ છે. આપણે જવાબદાર નાગરિક બની આસપાસના પ્રાકૃતિક સ્રોતોને પ્લાસ્ટીક મુક્ત બનાવવા જોઈએ.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.