Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ સમિતીની મળેલી બેઠક.

Share

સ્થાનિક સ્વરાજ એટલે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જે તે બેઠક ઉમેદવારી કરવા આજરોજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે કન્યા છાત્રાલય ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ટિકિટ ફાળવણી માટે બેઠક મળી હતી. માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાંથી કોંગ્રેસના કાર્યકરો ચૂંટણીમાં ઉમેદવારી માટે દાવેદારી કરવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં ધારાસભ્ય પુનાજીભાઈ ગામીત, માજી સાંસદ કિશનભાઈ પટેલ, સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનહરભાઈ પટેલ સહિત આજુબાજુના ગામના કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા. આ બેઠકમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં યોગ્ય ઉમેદવારની પસંદગી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચૂંટણીમાં ઉમેદવારી માટે અનેક ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકામાં લોકડાઉન સમયમાં વેપારીઓ ગ્રાહકો પાસેથી વધુ ભાવ લઈ રહ્યાની ફરિયાદ ઉઠી.

ProudOfGujarat

સુરતમાં મેટ્રો લાઇનના ખોદકામ દરમિયાન યુદ્ધમાં વપરાતી ઐતિહાસિક તોપ મળી.

ProudOfGujarat

નડિયાદમાં મિશન રોડ પર ડીઝલ જનરેટર ટ્રોલીમાં લાગી આગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!