માંગરોળ તાલુકાની નાની નરોલી GIPCL કંપનીમાં જમીન ગુમાવનારા અસરગ્રસ્ત વાલીયા તાલુકાના પાંચ ગામના ખેડૂતોએ અન્યાયના વિરોધમાં ટિમ્બરવા ગામે કોલસાની ટ્રકો અટકાવી રસ્તા રોકો આંદોલન કર્યું હતું.
વાલીયા તાલુકાના ડણસોલી, લુણા, રાજગઢ, સોડગામ, કોસમાડી તેમજ માંગરોળ તાલુકાના ભીલવાડા મોરામલી સહિતના ગામના ખેડૂતોની 501 હેક્ટર જમીન કંપની દ્વારા લિગ્નાઇટ માટે સંપાદન કરવામાં આવી હતી આ ખેડૂતોને જે તે સમયે કંપની દ્વારા હેક્ટર દીઠ રૂપિયા 575 લાખ ચૂકવવામાં આવ્યા હતા જ્યારે આજ જમીનની બાજુમાં આવેલ માંગરોળ તાલુકાના ખેડૂતોની જમીનના હેકટર દીઠ રૂપિયા 15 લાખ ચૂકવવામાં આવતા વાલીયા તાલુકાના ખેડૂતોને ભારે અન્યાય થયો હતો તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને કંપની દ્વારા કોઈપણ પ્રકારની રોજગારી આપવામાં આવી નથી. હાલમાં કોલસાના વહન માટે ખેડૂતોની ટ્રકો કંપની દ્વારા લેવામાં આવતી નથી જે લોકોએ જમીન ગુમાવી નથી તેવા લોકોના વાહનો મંડળી બનાવી કંપની મારફત ભાડે રાખવામાં આવ્યા છે આ મુદ્દે ખેડૂતો દ્વારા આજે ટ્રકો અટકાવી રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. ત્રણ કલાક સુધી ટ્રકો અટકાવી દેવાતા આખરે કંપનીના એક અધિકારી અને પોલીસે મધ્યસ્થી કરી ખેડૂતો સાથે વાટાઘાટો કરી હતી જેથી ખેડૂત આગેવાનો અનવરભાઈ વસાવા, દિલીપભાઈ મહેતા દીપકભાઈ મહેતા અજીતભાઈ વસાવા દિગ્વિજયસિંહ ગોહિલ રણજીત વસાવા વગેરે ખેડૂતોએ લેખિત માંગણી અધિકારીને સુપરત કરી હતી ત્યારબાદ હાલ પૂરતું ખેડૂતોએ આંદોલન મોકૂફ રાખ્યું છે અને આવનારા સમયમાં ન્યાય ન મળે તો ખેડૂતો ફરી રસ્તા રોકો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.
માંગરોળની GIPCL કંપનીની વાલિયા માઇન્સમાં જમીન ગુમાવનારા ખેડૂતોએ અન્યાયનાં વિરોધમાં કોલસાની ટ્રકો અટકાવી રસ્તા રોકો આંદોલન કર્યું.
Advertisement