Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ-મોસાલીનાં બજારો આજથી નવથી સાડા બાર વાગ્યા સુધી ખુલ્લા રહેશે.            

Share

માંગરોળ અને મોસાલીનાં બજારો આજથી તારીખ ૨૫ મી માર્ચથી આગામી તારીખ ૩૧ મી માર્ચ સુધી સરકાર તરફથી જે આવશ્યક સેવા જાહેર કરી છે, એનો ધંધો કરનારાઓએ પોતાની દુકાનો સવારે નવ વાગ્યાથી બોપોરે સાડા બાર વાગ્યા સુધી ખુલ્લી રાખવાની રહેશે. ઉપરોક્ત સમય નક્કી કરવા માટે માંગરોળના પી.એસ.આઇ. પરેશ એચ.નાયીએ વેપારીઓ અને આગેવાનોની એક બેઠક બોલાવી હતી. જેમાં ઉપરોક્ત ચર્ચા કરવામાં આવી હતી. વેપારીઓ અને નાગરિકોને અપીલ કરતા પી.એસ.આઇ પરેશ નાયીએ કહયું કે વહીવટી તંત્ર પ્રજાજનોનાં હિતમાં જ આ પગલાં ભરી રહી છે. એમણે આ માટે વેપારી અને પ્રજાજનોનાં સહકારની અપેક્ષા રાખી હતી. વેપારીઓને ઉપરોક્ત સમયનો અમલ કરવા હાકલ કરી હતી. નવ યુવાનોને ચેતવણી આપતા કહયું કે રાત્રીનાં સમયે યુવાનો મોડી રાત સુધી બજારમાં બેસી રહે છે. એમણે ન બેસવા જણાવ્યું હતું. જો સરકારની સૂચનાનો અમલ ન કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ બેઠકમાં મકસુંદભાઇ માજરા(લાલ), ગુલામભાઈ માજરા, બાબુભાઇ પાંચભાયા, સોયેબ માજરા, રાજુભાઈ મોદી, ભરતભાઈ મોદી, કિનરભાઈ પટેલ સહીત આગેવાનો વેપારીઓ હાજર રહયા હતા. મેડીકલ સ્ટોર અને દિસ્પેન્સરીને આ સમય લાગુ પડશે નહીં.

Advertisement

Share

Related posts

સુરત : કાપોદ્રાના શોરૂમમાંથી 8 લેપટોપ, 2 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 2.72 લાખની ચોરી કરી ફરાર બે ઇસમ ઝડપાયા

ProudOfGujarat

રાજપીપલા કલેક્ટરાલય ખાતે મિશન ઇન્દ્રધનુષ, કૃમિનાશક દિવસ અને વિટામીન-A ના આયોજન અંગેની બેઠક યોજાઇ.

ProudOfGujarat

વડોદરા : પતિ, સાસુ-સસરા અને જેઠના ત્રાસથી પરિણીતાએ ગળેફાંસો ખાધો, દુષ્પ્રેરણા હેઠળ ચારેયની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!