Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાના વાડી જિલ્લાપંચાયત માટે કોંગ્રેસ પાર્ટીની બેઠક મળી

Share

ઉમરપાડા તાલુકાના વાડી જિલ્લાપંચાયત માટે કોંગ્રેસ પાર્ટીની બેઠક મળી આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી સંદર્ભમાં આજે વાડી જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ નસારપુર તેમજ સરવણ ફોકડી તાલુકા પંચાયતની બેઠક મળી હતી આ બેઠકમાં આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટ કોઈપણ રીતે કોંગ્રેસ પક્ષ વિજેતા થાય અને સક્ષમ ઉમેદવાર ને ટિકિટ આપીને ઉમેદવારને જીતાડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હાલમાં પેટ્રોલ-ડીઝલ બેકારીનો પ્રશ્ન રોજગારીનો પ્રશ્નો વીજળીનો પ્રશ્નો પિયત માટે નો ખેડૂતોના પ્રશ્નો ની ચર્ચા કરવામાં આવી હતી સંગઠન ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો અને કોંગ્રેસ પક્ષમાં વિજય થાય એવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી કમલેશભાઈ ચૌધરી ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ હરીશભાઇ વસાવા માજી પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરી નારસિંહભાઈ જગતસિંહ વસાવા મુરજી પટેલ નટવરસિંહ વસાવા અજીત ભાઈ મગનભાઈ જેવા અનેક કાર્યકરોએ આ મિટિંગમાં હાજર રહીને કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડી ને આવનાર ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર વિજય થાય તેવો સંકલ્પ લીધો હતો.

Advertisement

Share

Related posts

અધિકારી સામે તપાસ ચાલી રહી હોવા છતા નિમણૂક બની ચર્ચાનૂ કેન્દ્ર…

ProudOfGujarat

ભરૂચનાં ચાવજ ગામ ખાતે આવેલ વિડિયોકોન કંપનીમાં નવ લાખ રૂપિયાના કોપર વાયરની ચોરી કરનાર બે ચોરને પોલીસે ઝડપી લીધા.

ProudOfGujarat

જ્યોતિ સક્સેનાએ પેરિસમાં એફિલ ટાવરની ઝલક સાથે સુંદર તસવીરો શેર કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!