જી.સી.ઇ.આર.ટી (GCERT) ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરત દ્વારા બાળકો ને આંનદ કારક અઘ્યયન, અધ્યાપન શિક્ષણ મળે એ હેતુથી રમકડાં મેળા (ટોય ફેર) તાલુકા કક્ષાનું ઓનલાઇન આયોજન બી.આર.સી ભવન માંગરોળ મુકામે તારીખ 22/1/21 શુક્રવાર અને 23/1/21 શનિવાર આમ બે દિવસ સવારે 10 કલાકથી ઓનલાઇન રાખવામાં આવેલ છે જેમાં માઇક્રો સોફ્ટ ટીમ એપ્લિકેશન દ્વારા શિક્ષકો દ્વારા પ્રેઝનટેશન કરવામાં આવેલ હતુ. વિષય વસ્તુની રજૂઆત સમય મર્યાદામાં ફક્ત 5 મિનિટમાં પૂર્ણ કરી હતી. ત્યારબાદ અન્ય શિક્ષકોને ઓનલાઇન પાંચ પાંચ મિનિટ આપવામાં આવેલ હતી. પ્રથમ દિવસે પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષકોએ ભાગ લીધેલ હતો જયારે બીજા દિવસે ઉચ્ચતર પ્રાથમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી શિક્ષકો પાંચ પાંચ મિનિટ ઓનલાઈન વિષય વસ્તુની રજૂઆત કરશે.
આ તાલુકા કક્ષાના રમકડા ફેરમાં વાંકલ હાઈસ્કૂલના આચાર્ય પારસભાઇ મોદી, માંગરોલના બી.આર.સી હીરાભાઈ ભરવાડ, સુનિલભાઇ ચૌધરી, એમ આઈ એસ સંદીપભાઈ પટેલ, બીટ નિરીક્ષક બિપીનભાઈ ચૌધરી, કંચનભાઈ પટેલ, ભુપેન્દ્રભાઈ પટેલ , નિર્ણાયકો માંગરોલ બી.આર.સી ભવન પર ઓનલાઈન નિહાળવા માટે હાજર રહ્યા હતા તેમજ ડાયેટ સુરતમાંથી જગદીશભાઇ પટેલ પણ ઓનલાઈન હાજર રહ્યા હતા એમ માંગરોળનાં બી.આર.સી હીરાભાઈ ભરવાડે જણાવેલ છે.
બી.આર.સી ભવન માંગરોળ મુકામે તાલુકા કક્ષાનો ઓનલાઇન ટોય ફેર યોજાયો.
Advertisement