માંગરોળ તાલુકાના વાંકલ ગામે સાંઈબાબાનું ભવ્ય મંદિર આવેલું છે ગામના યુવાનો દ્વારા સાંઈ મંદિરમાં યુવક મંડળ બનાવવામાં આવેલું છે આ યુવક મંડળ ખૂબ જ કાર્યરત છે જેમાં યુવકો દ્વારા ગામમાં દરેક ધાર્મિક પ્રસંગોમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક કામગીરી કરવામાં આવે છે. ગામમાં સાંઈ મંદિરમાં દર વર્ષે 8 થી 10 શિરડી જતા પગપાળા સંઘ આવે છે આ સંઘો વાંકલ રાત્રી રોકાણ કરી બીજે દિવસે મળસ્કે ફરી પગપાળા શિરડી જવા નીકળી જતા હોય છે જેથી આ સંઘોની પચાસ-સો વ્યક્તિઓની વાંકલ સાંઈ યુવક મંડળ દ્વારા મંદિરમાં રાત્રી દરમિયાન ભોજન રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને સાંઈ ભક્તોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવે છે.
સોમવારના રોજ આણંદ જિલ્લાના પેટલાદ ગામના સાંઈ કૃપા ભક્ત મંડળના સભ્યો સુંદર રીતે સુશોભિત કરેલી સાંઈબાબા બિરાજેલા ખભે પાલખીયાત્રા લઈ પગપાળા વાંકલ સાઈ મંદિર આવી પહોંચ્યા હતા જેમનું ઉમળકાભેર સાંઈ યુવક મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પેટલાદના સાંઈ ભક્તો દ્વારા સાંઈ મંદિરમાં દોલતસિંહ સોનારીયાના પરિવાર દ્વારા સાંજની આરતીનો લાભ આપી પ્રસાદીની વ્યવસ્થા કરી મંદિરમાં રાત્રી રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પેટલાદમાં સાંઈ યુવાનો દ્વારા મળસ્કે ચાર વાગે વાંકલ સાંઈબાબાના મંદિરમાં પૂજા અર્ચના અભિષેક આરતી કરવામાં આવી હતી ત્યારબાદ સાંઈ યુવકો દ્વારા ખભે પાલખી યાત્રા લઈ પગપાળા શિરડી જવા રવાના થયા હતા.
પેટલાદનું સાઈ કૃપા ભક્ત મંડળના ભક્તો ૧૫ દિવસ બાદ શિરડી ખાતે પહોંચશે શિરડી સાંઈ નારાયણ બાબા આશ્રમ ખાતે પહોંચી બીજે દિવસે મળસ્કે ત્રણ કલાકે પાલખીયાત્રા લઈ સાંઈ મંદિર શિરડી ધામ ખાતે સાંઈ ભક્તો પહોંચી દર્શનનો લાભ લેશે.
વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.